Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સતત વધી રહેલ કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવા માટે હિંમતનગર 2 મેં સુધી સ્વૈચ્છીક લોકડાઉન

હિંમતનગર: તાલુકા માં સતત વધતા જતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા શુક્રવારે જિલ્લા સેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નગરપાલિકા અને વેપારી એસોસીએશનને લોકડાઉન અંગેનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત મેડિકલ તથા દૂધ જેવી આવશ્યક સેવા સિવાયના શહેરના તમામ બજાર તા. ૨૪ એપ્રિલથી ૨ મે સુધી સંપૂર્ણ બંધ રહેશે. વર્તમાન સ્થિતિને જોઈ શહેરના હિતમાં લેવાયેલ આ નિર્ણય બાબતે શહેરના તમામ વેપારી  સંગઠનોએ સંમતિ દર્શાવી હતી.

સાબરકાંઠામાં કોરોનાનાા આજે નવા ૭૯ કેસ નોંધાયા હતા. જે સાથે એક્ટિવ કેસની સંખ્યા ૬૦૦ને પાર થઈ હતી. એટલું જ નહિ આજે વધુ પાંચ દર્દીના મોત નિપજ્યાં હતાં. જ્યારે હિંમતનગર શહેર ને તાલુકામાં ૪૧, પ્રાંતિજ ૨૪, ઇડર તાલુકામાં ૪ કેસ નોંધાયા હતા. જ્યારે કુલ કેસનો આંક ૩૪૨૧ પર પહોંચ્યો હતો અને જિલ્લામાં કુલ કોરોનાથી મોતનો આંક ૩૫ પર પહોંચ્યો છે. હિંમતનગર શહેર તાલુકામાં કુલ કેસ ૧૭૦૦ને પાર થઇ ગયા છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રાફડો ફાટયો હોય તેવો માહોલ સર્જાયો છે. રોજે-રોજ કોરોનાના દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં એક-એક  બેડ માટે કાગારોળ મચી ગઈ છે. તેવામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે શુક્રવારે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક મહત્ત્વની બેઠકનું આયોજન કરાયું હતું.

નગરપાલિકા તથા શહેરના તમામ વેપારી એસોસીએશનના પ્રમુખ-મંત્રીની  ઉપસ્થિતિમાં યોજાયેલા આ બેઠકમાં કોરોના સંક્રમણની વધતી જતી ચેઈનને તોડવા લોકડાઉન એકમાત્ર વિકલ્પ હોવાનું સામે આવ્યા બાદ સર્વસંમતિથી એક અતિ મહત્ત્વનો નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત હિંમતનગરના તમામ બજાર ૨૪ એપ્રિલથી ૨ મે સુધીના ૯ દિવસ સંપૂર્ણ બંધ રહેશે.

(5:15 pm IST)