Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

આણંદ જિલ્લામાં કોરોનાના જાહેરનામાનો ભંગ કરનાર 13 શખ્સો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી

આણંદ:શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે કરફ્યુના સમય દરમ્યાન યાદગાર સોસાયટીમાં રહેતા સાહીલ દાઉદભાઈ મલેક માસ્ક વિના ફરતા હોઈ પોલીસે તેઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય બનાવમાં આણંદ શહેરના પોલસન ડેરી રોડ વિસ્તારમાં રાત્રિના ૮.૦૦ વાગ્યા બાદ કરફ્યુના સમયે ઈરફાનભાઈ ગનીભાઈ શેખે પોતાની કમલીવાલા ચીકન મટન શોપ ખુલ્લી રાખતા પોલીસે તેઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય બનાવમાં આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ બાબારામદેવ હેર કટીંગ સલુનના માલિક મુકેશભાઈ મેઘાજી મારવાડીએ પોતાની દુકાન રાત્રિના ૮.૦૦ વાગ્યા બાદ કરફ્યુના સમય દરમ્યાન ખુલ્લી રાખી હોવાથી મોડી રાત્રિ સુધી દુકાન ખુલ્લી રાખવા બદલ તેઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. વધુ બનાવમાં ગામડી ખાતે શાંતિનગર પાસે કીરીટભાઈ ચીમનભાઈ ગોહેલ રાત્રિના કરફ્યુ સમય દરમ્યાન માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરતા હોઈ તેમના વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય બનાવમાં આસોદર ચોકડી પાસે પાણીપુરી લારી ઉપર લોકો ટોળે વળી પાણીપુરી ખાતા હોઈ પોલીસે તપાસ કરતા પાણીપુરીની લારી ચલાવતા ઈસરાઈલખાને હેન્ડગ્લોઝ તેમજ માસ્ક પહેર્યા ન હતા અને સોશ્યલ ડીસ્ટન્સનું પણ પાલન ન થતુ હોઈ તેઓ  વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:08 pm IST)