Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે જુદા થવાની તકરારમાં સાસરી પક્ષના સભ્યોએ પત્ની સહીત પુત્ર પર જીવલેણ હુમલો કરતા 6 શખ્સોની અટકાયત

વડોદરા: શહેરના તુલસી વાડી વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે જુદા થવા બાબતે તકરાર ચાલતી હતી તે દરમિયાન પત્નીનું ઉપરાણું લઇ સાસરી પક્ષના લોકોએ પત્ની અને પુત્ર ઉપર હુમલો કરતાં તેઓ લોહીલુહાણ થયા હતા. પોલીસે દિયર અને જેઠ સહિત છ જણાની અટકાયત કરી છે.

તુલસી વાડીમાં રહેતા મધુબેન બાબુભાઈ પરમારે પોલીસને જણાવ્યું છે કે તા 21 મી સાંજે મારા પતિ બેગમાં કપડાં ભરીને મારાથી અલગ રહેવા માટે ખટંબા ગામે જઈ રહ્યા હોવાથી અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી.

આ દરમિયાન નજીકમાં રહેતા મારા પતિના ભાઈ અશોક પરમાર, નરસિંહ પરમાર તેમજ રાજુ મકવાણા, શાંતીબેન મકવાણા વિજયાબેન પરમાર અને દમયંતીબેન પરમારે મારા પતિનું ઉપરાણું લઈ ઝઘડો કર્યો હતો. તેમણે ગડદા પાટુનો માર મારી ડોલ વડે હુમલો કરતાં મને તેમ જ મારા છોકરાને ઇજા પહોંચી હતી. કારેલીબાગ પોલીસે બનાવ અંગે છ જણાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

(5:03 pm IST)