Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

વડોદરા નજીક જીઆઇડીસીમાંથી શંકાસ્પદ સેનિટાઇઝરનો મોટો જથ્થો ઝડપાયો:પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

 

વડોદરા:નજીક પોર જીઆઇડીસી ખાતેની કંપનીમાં શંકાસ્પદ સેનિટાઈઝરનો મોટો જથ્થો ઝડપાતા પોલીસે આ જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે પોર રમણગામડી જીઆઇડીસીમાં આવેલી રેક્સટોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં સેનિટાઈઝરનો શંકાસ્પદ છે તેવી બાતમીના આધારે જિલ્લા પોલીસે દરોડો પાડ્યો હતો અને કંપનીમાંથી લિક્વિડ લેમન ગ્રાસ, લેવેન્ડર એકવા, વોટરમેલન નામના સેનેટાઈઝરના 625 નંગ પાંચ લિટરના કારબા મળ્યા હતા.

રૂ. 2.77 લાખ કિંમતનું સેનિટાઈઝર તેમજ સેનિટાઈઝર બનાવવા માટે રો મટીરીયલના ટાંકા મળી કુલ રૂ.4.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે કંપનીનો મૂળ બિઝનેસ કલર પ્રિન્ટિંગ માટે ઈન્ક બનાવવાનો છે પરંતુ કોરોના મહામારીના કારણે સેનિટાઈઝર બિઝનેસમાં પણ ઝંપલાવ્યું છે.

(5:00 pm IST)