Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ભરૂચના નેત્રંગમાં સ્મશાનમાં ફીટ કરેલ ૨ સગડીની પલેટો અને કથેળા તસ્કરો ચોરી ગયાઃ કોરોના મહામારીમાં સ્થિતિ વણસી

ભરૂચ: ભરૂચમાં માનવતા મરી પરીવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના નેત્રંગ સ્મશાન ગૃહમાં ફીટ કરેલી બે સગડીઓ પ્લેટો અને કથેળા તસ્કરો ચોરી જતા મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે. ત્યારે મહિલા સરપંચે વનવિભાગ પાસે સગડીઓની માંગ કરી છે. નેત્રંગ-વાલીયા તાલુકાના ૧૫ થી ૨૦ ગામોની સગડીઓ માટેની માંગની અરજીઓ ભરૂચ ડિવીઝનમા પેન્ડિંગ પડી છે. એક તરફ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યા હવે સ્મશાન માટે સગડીઓ ઓછી પડવા લાગી છે.

નેત્રંગ ટાઉનમા સ્મશાન ગૃહમા ફીટ કરવામા આવેલ બે સગડીઓની પ્લેટો, કઠેડા તસ્કરો ચોરી ગયાનો બનાવ બન્યો છે. ત્યારે મૃતદેહોને બાળવા માટે લોકોને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે. ત્યારે પંચાયતના મહિલા સરપંચ દ્વારા વનવિભાગ પાસે તાત્કાલિક સગડીઓ આપવા માટે લેખિતમાં માંગણી કરાઈ છે.

તો બીજી તરફ કોરોના મહામારીમા શહેરી વિસ્તારોમાં તાત્કાલિક સ્મશાન ગૃહોમાં વધારાની સગડીઓ રાતો રાત લગાવવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં નેત્રંગ વાલીયા તાલુકાના ૧૫ થી ૨૦ ગામો દ્વારા લ્લા કેટલાક વખતથી વનવિભાગમા સગડીઓની માંગ કરાઈ રહી છે. આ અરજીઓ પેન્ડીંગમાં ડીવીઝન ઓફિસોમા પડી રહી છે.

હાલમાં કોરોના વાયરસ પોતાનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. ત્યારે દેશદુનિયાના લોકોને પોતાની ઝપેટમા લઇ શિકાર બનાવી રહ્યો છે. કોરોના હવે પછાત ગ્રામ્ય વિસ્તારમા બેફામ બની પ્રવેશ કરતા નેત્રંગ ટાઉન સહિત પંથકમા હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના કારણે દિવસેને દિવસે મૃત્યુઆંક પણ નેત્રંગ ટાઉન સહિત પંથક ભરમાં છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યો છે.

(4:42 pm IST)