Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ઓકિસજન ૧૦૦ ટકા દર્દી સુધી પહોંચે તે માટે IBના ૨૦૦ જુનિયર ઓફિસરો ઉતારાયા

ઉત્પાદન કેટલું - કેટલું સપ્લાય ખુદ ગુપ્તચર બ્યુરો દ્વારા કાળાબજાર રોકવા જાળ બિછાવીઃ આઇ.બી. હેડ દ્વારા આશિષ ભાટિયાની સૂચનાથી ફૂલપ્રૂફ વ્યવસ્થા માટે ભરચક પ્રયાસો

રાજકોટ તા.૨૪ : લોકોના જીવન માટેના પ્રાણ એટલે પ્રાણવાયુ આવા ઓકિસજન જે સ્થળેથી ઉત્પાદિત થાય ત્યારબાદ આ ઓકિસજન ફકત દર્દીઓને જ મળે અને તેમાં કોઈ દ્વારા કોઈ પણ રીતે ગરબડ ન થાય તે માટે પોલીસ માફક સ્ટેટ આઇબી દ્વારા પણ છેલ્લા ઘણા દિવસોથી મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સાથે પરામર્શ બાદ ગુજરાતના ગુપ્તચર વડા અનુપમસિંહ ગહેલોત દ્વારા ૨૦૦થી વધુ જુનિયર ઓફિસરની ટીમ આ માટે મેદાને ઉતારી હોવાનું સૂત્રો જણાવે છે.                                   

સુત્રોમાંથી સાપડતા નિર્દેશ મુજબ ઓકિસજન ઉત્પાદન સ્થળથી લઇ ટેન્કરો બહાર નીકળે તેની તમામ પ્રક્રિયા પર ગુપ્તચર બ્યુરોની વિશેષ ટીમ બાજનજર રાખી રહી છે.           

સૂત્રોમાંથી મળતા નિર્દેશ મુજબ ઉત્પાદિત ઓકિસજન ૧૦૦ ટકા દર્દી સુધી પહોંચી જાય તે માટે રાજય સરકારની નીતિનો ચુસ્તતાપૂર્વક અમલ કરવાના મુખ્ય પોલીસ વડાના પ્રયાસોને મજબૂતી મળે તે માટે તમામ બાબતોની માહિતી મેળવી સ્થાનિક પોલીસને આપવામાં આવી રહી છે, આઈબીની આ વ્યવસ્થા ઉત્પાદન સ્થળો,સપ્લાયર અને વિવિધ હોસ્પિટલો સુધી વિસ્તારી દેવામાં આવી છે.                    

ઓકિસજન અંગે કાળાબજાર થાય છે કે કેમ ? આ બાબતની ચકાસણી માટે બોગસ ગ્રાહકો ઊભા કરી છટકા ગોઠવવામાં આવી રહ્યાનું પણ સૂત્રો જણાવે છે.

(3:43 pm IST)