Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોનાએ વધુ એક દિવ્યરત્ન છીનવી લીધુ

વરિષ્ઠ અને મહાન ધારાશાસ્ત્રી નિરંજનભાઈ દફતરીનું નિધન

બાર કાઉન્સીલના ચેરમેન તરીકે પણ સેવા આપી હતીઃ રાજય સરકારે સ્પેશ્યલ પી.પી.તરીકે નિયુકત કરેલ હોય તેવા કેસોમાં આરોપીને કોર્ટ દ્વારા સજા અપાવવામાં સફળતા મેળવી હતીઃ સ્વ.દફતરીના બન્ને પુત્રો પણ વકીલાત વ્યવસાયમાં જોડાયેલા છે

ગુજરાતના પ્રથમ હરોળના સિનિયર ધારાશાસ્ત્રી  અને  બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન શ્રી નિરંજનભાઈ શાંતીલાલભાઈ દફતરીનું રાજકોટમાં કોરોનાની ૧૦ દિવસ ની બિમારી દરમ્યાન ૭૯ વર્ષ ની વયે  દુઃખદ અવસાન થયેલ છે.

સ્વ. દફ્તરીએ  પોતાની વકીલાતની કારકિર્દીની શરૂઆત  રાજકોટમાં  સૌરાષ્ટ્ર હાઇકોર્ટ સમયના એડવોકેટ જનરલ સ્વ. ચિમનલાલ નાગરદાસ શાહ અને રાજકોટના પૂર્વ જિલ્લા સરકારી વકીલ(DGP) શ્રી  મનુભાઈ  શાહ પાસે કરેલી હતી.  અને ત્યારબાદ પ્રારંભિક વર્ષોમાં સ્વ. દફતરીએ ગુજરાત સરકારના વકીલ તરીકે કામગીરી કરેલ હતી.

સ્વ. દફતરીએ ત્યારબાદ રાજકોટમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લા મથકોમાં અને  અન્ય તાલુકા મથકોની કોર્ટમાં સેસન્સ કોર્ટોમાં  ખૂનકેસોમાં મોટેભાગે તહોમતદાર વતી  અનેક કેસોમાં ઉપસ્થિત રહી સફળતાપૂર્વક  કાયદાકીય અને હકીકતોને ધ્યાનમાં લઈને તહોમતદારને નિર્દોષ છોડાવેલ . તેમજ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં -ગુજરાત માં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના લાંચના કેસોમાં  કર્મચારીઓ અને અધિકારીઓ   તહોમતદાર વતી  સેંકડો કેસોમાં ઉપસ્થિત રહી નિર્દોષ છોડાવેલ હતા.

સ્વ. દફતરી સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટાભાગે ખૂનકેસોમાં આરોપીઓ વતી જ ઉપસ્થિત થતા હતા. પરંતુ ઘણીવાર ભારે ચકચારી કેસોમાં ગુજરાત સરકારે સ્પેશિયલ પી.પી.તરીકે નિયુકત કરેલ હોય તેવા કેસોમાં આરોપીને કોર્ટ દ્વારા  સજા  અપાવવામાં સફળ થયા હતા.

રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઈકોર્ટની બેચ સ્થાપવા માટે રાજકોટના બાર એસોશિએશન દ્વારા જેટલા આંદોલન રજુઆત  થયેલ તેમાં  તેઓ  અગ્રેસર રહેતા હતા.

સ્વ. દફતરી તેની પાંચ દાયકાની સફળતા પૂર્વક ની કારકિર્દીમાં  ખુબજ  પ્રતિષ્ઠા અને નામના પ્રાપ્ત થયેલ હતી. ૧૯૮૧માં અમદાવાદમાં અનામત આંદોલન દરમ્યાન ગુજરાતના પૂર્વ પોલીસ વડા સ્વ. પ્રભાતકુમાર દત્તા તે સમયે અમદાવાદમાં પોલીસ બંદોબસ્ત હતા ત્યારે એક વ્યકિત ને  પકડવા જતા  અને પોલીસ ગોળીબાર માં  તે વ્યકિત  મૃત્યુ પામેલ હતા.  અને આ કેસ ભારે ચકચારી થયેલ હતો અને આ કેસમાં સાક્ષીઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હતા. સ્વ.દત્તાએ આ કેસ અમદાવાદમાં ચાલવાનો હોવા છતાં અમદાવાદ ને બદલે રાજકોટના વકીલ રોકવાનો નિર્ણય કરેલ હતો. આ કેસમાં સ્વ. દત્તાએ રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઇકોર્ટના પૂર્વ એડવોકેટ જનરલ સ્વ. ચિમનલાલ નાગરદાસ શાહ અને નિરંજન ભાઈ દફતરીને રોક્યા હતા. અને આ કેસ જ્યારે અમદાવાદની કૉર્ટમાં ચાલ્યો ત્યારે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જાગેલ હતી. સમગ્ર ગુજરાતના પોલીસ અધિકારીઓ ની મીટ મંડાયેલી હતી. આ કેસમાં સ્વ. શાહે અને સ્વ. દફ્તરીએ સ્વ. પ્રભાતકુમાર દત્તાને નિર્દોષ છોડાવ્યા હતા.

૧૯૯૨ માં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના જાણીતા ગાયનોકલોજીસ્ટ ડો. મધુબેન શાહ ખૂન કેસમાં તેમના નજીકના પરીવાર જનો જ આરોપી હોવાની પોલીસ થીયરી સામે પોલીસ તપાસના વિવિધ મુદ્દાઓ પર કાયદાકીય લડત ગુજરાત હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં અનેક વખત કાનુની મુદ્દાઓના અર્થઘટન બાબતે અવિરતપણે લડત આપી ડૉ. મધુબેન શાહ ખુન કેસમાં તેમનજ પરીવાર જનોને જેલમાં જતા અટકાવવામાં સફળ થયેલ  હતા.

સ્વ. દફતરીએ ગુજરાતના ચકચારી  ડોન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાંચ વોર્ડમાં વિજેતા થયેલા લતીફના કેસમાં લતીફ વતી અમદાવાદમાં સાબરમતી જેલમાં  ખાસ કોર્ટમાં કેસ લડવા ગયેલ હતા.

સ્વ.દફતરી સફળ વકીલાતની સાથે સાથે રાજકોટ બાર એસોશિએશન અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ખુબજ સક્રીય રહી મોખરાનું સ્થાન ધરાવતા હતા. સ્વ.દફતરી બારકાઉન્સીલ ઓફ ગુજરાતમાં૧૯૮૧,૧૯૮૮,૧૯૯૪, ૨૦૦૦  એમ કુલ ચાર ટર્મ મેમ્બર તરીકે ચૂંટાયા હતા. અને તેઓ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે પણ  જવાબદારી સફળતા પૂર્વક નિભાવી હતી. અને રાજકોટ બાર એસોશિએશન માં કુલ પાંચ વાર પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવેલી હતી. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર અને ચેરમેન તરીકે અને રાજકોટ બાર એસોશિએશનના પ્રમુખ  તરીકે લોયર કોન્ફરન્સ, લોક અદાલતો,  એડવોકેટ વેલ્ફર ફંડ, લાયબ્રેરી સહિત અનેક પ્રકલ્પો તેમના કાર્યકાળ માં થયેલ હતા.

સ્વ. દફતરના બંને પુત્રો પથિકભાઈ અને ભાવિનભાઈ વકીલાતના વ્યવસાયમાં સામેલ છે.

સ્વ. શાંતિલાલ રાયચંદભાઇ દફતરીના પુત્ર અનેખ્યાતનામ ધારાશાસ્ત્રી નિરંજનભાઇ શાંતિલાલ દફતરી,(ઉંમર વર્ષ ૭૯)તે સ્વ.ચંદ્રિકાબેન નિરંજનભાઇ દફતરી, નિવૃત્ત ડિસ્ટ્રિકટ જજ હિતાબેન પંડ્યાના પતિ, પથીકભાઇ દફતરી, ભાવિનભાઈ દફતરીના પિતા, નુંપુરબેન દફતરી,નેહાબેન દફતરીના સસરા, વરદા, કેયા, કૌલવના દાદા અને કલ્પેશભાઈ દફતરીના ભાઇજી સહિતના સૌ કુટુંબીજનો ને વિલાપકરતા છોડી ગયા છે.

સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.શાંતિલાલ રાયચંદભાઈ દફતરીના પુત્ર અને વકીલાતના વ્યવસાયનું ઘરેણું તથા ખ્યાતનામ ધારાશાસ્ત્રી નિરંજનભાઈ શાંતિલાલ દફતરી (ઉ.વ.૭૯) તે સ્વ.ચંદ્રિકાબેન નિરંજનભાઈ દફતરી અને નિવૃત ડીસ્ટ્રીકટ જજ હિતાબેન પંડયા દફતરીના પતિ  તથા સ્વ.જયોતિન્દ્રભાઈ શાંતિલાલ દફતરીના નાનાભાઈ અને નવીનચંદ્ર શાંતિલાલ દફતરીના મોટાભાઈ તથા સ્વ.ડો.હસમુખભાઈ વૃજલાલ શાહ તથા ડો.નિરંજન વૃજલાલ શાહના બનેવી તે પથિકભાઈ દફતરી, ભાવિનભાઈ દફતરીના પિતા અને નુપુરબેન દફતરી અને નેહાબેન દફતરીના સસરા તથા વરદા, કેયા, કૌલવના દાદા અને શ્રેણીક દફતરીના કાકા તથા કલ્પેશ દફતરીના ભાઈજી તા.૨૩ના રોજ અરિહંત શરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ સોમવારે સાંજે ૪ વાગ્યાથી રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. હીતાબેન પંડયા દફતરી (પત્ની) મો.૯૮૨૫૦ ૯૫૪૪૨, પથિક એન. દફતરી (પુત્રી) મો.૯૮૨૫૦ ૭૭૭૧૨, ભાવિન એન. દફતરી (પુત્ર) મો.૯૮૨૫૦ ૭૭૮૮૯, નુપુર પી. દફતરી (પુત્રવધુ) મો.૯૮૭૯૩ ૭૬૭૬૦,  નેહા બી. દફતરી (પુત્રવધુ) મો.૯૮૨૫૮ ૦૦૬૩૦

(3:42 pm IST)