Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ઓકિસજન સ્થળેથી કોઈ ગરબડ વિના દર્દી સુધી પહોંચે તે માટેની જવાબદારી સીપી અને એસપીની રહેશે

ઉત્પાદન અને વિતરણ અને સ્ટોરેજ પર બાજ નજર,સરપ્રાઈઝ ચેકીંગ, ટ્રાન્સપોર્ટ સાથે પોલીસ ગાર્ડ રહેશે, મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા તાકીદના આદેશ, લોકો અફવામાં આવી કાયદો હાથમાં ન લે, ગુપ્તચર બ્યુરો પણ સક્રિયઃ અકિલા સાથે મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની વાતચીત

રાજકોટ તા.૨૪: કોરોનાની મહામારીમાં હોસ્પિટલો તથા અન્યત્ર સારવાર લેતા દર્દીઓ માટે સર્જાયેલ ઓકિસજનની ભયંકર તંગી ધ્યાને લઇ મુખ્ય મંત્રી દ્વારા તમામ ઓકિસજન અર્થાત ૧૦૦ ટકા દર્દીઓને મળે તે માટેના નિર્ણયને પગલે રાજ્યના જાગૃત પોલીસ વડા ગુજરાતના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલિસ વડાઓને જવાબદારી સુપરત કરી, કોઈ રીતે કોઈ ગરબડ ન સર્જાય તેવી વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા આદેશો આપ્યા છે.        ઉકત બાબતે 'અકિલા' સાથેની વાતચીતમાં ડીજીપી આશિષ ભાટિયાએ  જણાવ્યું છે કે તમામ ઓકિસજન માત્રને માત્ર દર્દીઓ સુધી જ  પહોંચે અને રસ્તામાં કોઈ ગરબડ ન થાય કોઇ માથાભારે લોકો તેને રસ્તામાં લુંટવાનો  પ્રયત્ન ન કરે તે માટે ઓકસીજીન ઉત્પાદન સ્થળેથી નિયત સ્થળ સુધી પોલીસના કડક જાપ્તા હેઠળ જ  પહોંચે તે માટે પોલીસ સતત સાથે રહે છે.                        

 મુખ્ય પોલીસ વડાં અને અનુભવી પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં આખી વ્યવસ્થા પ્રક્રિયા વર્ણવેલ, તેવો દ્વારા લોકોને કોઈ અફવા ર્પ ધ્યાન ન આપવા સાથે રાજ્ય સરકારની નીતિ મુજબ દર્દીઓ સુધી ઓકિસજન ૧૦૦ ટકા  પોહચી જાય તે માટે અન્ય તંત્ર માફક પોલીસ તંત્ર સતત કાર્ય રત હોવાનું જણાવેલ, વિશેષમાં  મુખ્ય ડીજીપી આશિષ ભાટિયાએ કહેલ કે મેડિકલ વપરાશ માટે જ ઉપયોગમાં લેવાય તે સુનિશ્ચિ કરવા તમામ જિલ્લા- શહેરના પોલીસ વડાને આદેશ કર્યો છે. આ માટે ઓકિસજનના ઉત્પાદન, વિતરણ અને સ્ટોરેજના સ્થળો ઉપર પોલીસ દ્વારા ચેકીંગ, પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવશે. આવશ્યકતા હશે ત્યાં પોલીસ ગાર્ડ મુકીને ઓકિસજનના કોઈ કાળાબજાર અથવા ગેરકાયદે વપરાશ ન થાય તે જોવામાં આવશે. જરૂર જણાય ત્યાં ઓકિસજનના મોટા જથ્થાની ઉત્પાદન કે વિતરણ સ્થળેથી વપરાશ સ્થળ સુધી હેરફેર (ટ્રાન્સપોર્ટેશન) વખતે પણ પોલીસ સુરક્ષ આપવામાં આવશે. ઓકિસજનનો જથ્થો ઉપલબ્ધ થાય તે સંદર્ભે આઈ.બી. દ્વારા પણ વોચ રાખવામાં આવશે.

(11:54 am IST)