Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

બનાસકાંઠા પંથકમાં સબ ઇન્સ્પેક્ટર સહિત ૧૦ પોલીસને કોરોના વળગતા ચિંતાની લાગણી

બનાસકાંઠા: ગઢ પોલીસ મથકના પી.એસ.આઈ સહિત ૧૦ પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. એક બાદ એક નવ પોલીસ કર્મી અને પી.એસ.આઇ.ને કોરોનાનો ચેપ લાગ્યો છે. એક જ સપ્તાહમાં ૧૦ પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થતા પોલીસબેડામાં ફફડાટ વ્યાપ્યો છે. પી.એસ.આઈ સહિત તમામ સંક્રમિત પોલીસ કર્મીઓ  હોમકોરોનટાઇન થયા છે. પી.એસ.આઈ. દ્વારા જરૂરી કામ સિવાય પોલીસ મથકે કોઈને પણ નહિ આવવા  સૂચના આપવામાં આવી છે. શહેરો બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધતા લોકોમાં ફફડાટ સર્જાયો છે.

(10:21 pm IST)