Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ગૌતમ ગંભીર પછી ઈરફાન પઠાણ પણ રાજકારણમાં એન્ટ્રી કરવા તૈયાર

મેં દેશ માટે ક્રિકેટ રમ્યું છે અને જો સમયની માંગ હશે તો તેઓ ચોક્કસ દેશની સેવા કરશે.

વડોદરા :ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયો છે અને પૂર્વ દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે હવે ઈરફાન પઠાણે પણ રાજનીતિમાં આવવાના સંકેત આપ્યા છે.ઇરફાને વડોદરામાં મતદાન કર્યા પછી પત્રકારો સાથે વાતચીતમાં તેના સંકેત આપ્યા હતા .

  પત્રકારો સાથે વાતચીતમાં ઈરફાન પઠાણે કહ્યું કે મેં દેશ માટે ક્રિકેટ રમ્યું છે અને જો સમયની માંગ હશે તો તેઓ ચોક્કસ દેશની સેવા કરશે. તેની સાથે સાથે ઈરફાન પઠાણે ગૌતમ ગંભીરને ભાજપ જોઈન માટે શુભકામના પણ આપી. ઈરફાન ખાને વોટ આપ્યા પછી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો પણ શેર કર્યો હતો

(9:20 pm IST)
  • લાખ્ખો યુવાઓને જેનું ઘેલું લાગ્યું છે તે સોશ્યલ મીડિયા એપ ટિકટોક પરનો પ્રતિબંધ ઉઠાવી લેતી મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચ : આ પહેલા મદ્રાસ હાઇકોર્ટની આ જ બેંચે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો અને સુપ્રીમ કોર્ટ પણ તેને માન્ય રાખ્યો હતો access_time 7:45 pm IST

  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST

  • અરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST