Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ભારે તાપમાન છતાં રેકર્ડ મતદાન:વિધાનસભામાં 68 ટકા મતદાન છતાં ભાજપને લાભ નહોતો થયો

ભાજપનો તમામ બેઠક જીતનો દાવો :કોંગ્રેસને ખાતું ખુલવાની આશા

અમદાવાદ :આકરા ઉનાળામાં ભારે તાપમાન છતાં ગુજરાતમાં તેકોર્ડ મતદાન થયું છે ગુજરાતમાં વધુ મતદાન થાય તો તેનો સીધો લાભ ભાજપને થાય છે અસરકારક બૂથ મૅનેજમૅન્ટને કારણે ભાજપના કાર્યકરો દરેક શહેરના મતદાર સુધી પહોંચવામાં સફળ રહે છે અને મતદાનની ઊંચી ટકાવારી જોવા મળે છે. આ વખતે પણ એવું થયું હોઈ શકે છે."

શું ઊંચા મતદાનથી હંમેશાં ભાજપને જ લાભ થાય? તેવા સવાલના જવાબમાં પ્રો. શાહ કહે છે ગત વિધાનસભા ચૂંટણી પછી કૉંગ્રેસના કાર્યકરોનું મનોબળ અને સંખ્યામાં વૃદ્ધિ થઈ છે."આથી ગ્રામીણ વિસ્તારમાં વધુ મતદાન કૉંગ્રેસ માટે લાભકારક બની શકે છે

વરિષ્ઠ પત્રકાર જુમાના શાહના કહેવા પ્રમાણે, "આ ચૂંટણીમાં 2014ની જેમ કોઈ લહેર ન હતી."

"2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લગભગ 68 ટકા મતદાન થયું હતું, છતાં ભાજપને તેનો લાભ થયો ન હતો"કોઈ લહેર વગર જો આટલું ઊંચું મતદાન થયું હોય તો તે ચોક્કસપણે સત્તારૂઢ પક્ષ માટે ચિંતાનો વિષય ગણી શકાય."

(8:14 pm IST)