Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ખંભાત તાલુકા નજીક કારની હડફેટે યુવાનનું સારવાર દરમ્યાન મોત

ખંભાત: તાલુકાના ખડોધી વાંટાપુરા ખાતે રહેતા એક યુવાનને ગત ૨૧મી તારીખના રોજ રાત્રીના સુમારે ફોર વ્હીલરના ચાલકે ટક્કર મારતાં તેમનું સારવાર દરમ્યાન બોરસદની હોસ્પિટલમાં મોત થયું હતુ. આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર અશોકભાઈ નટુભાઈ ચૌહાણ ગત ૨૧મી તારીખના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે ખડોધીથી ડાલી તરફ જવાના રોડ ઉપર શંકરભાઈ ફુલાભાઈ સોલંકીના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા ફોર વ્હીલરે ટક્કર મારતાં તેમને માથામાં તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી જેથી સારવાર માટે ખંભાત અને ત્યાંથી બોરસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતુ. 

(6:00 pm IST)