Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ખેડા: વડાલા પાટિયા નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત:બેને ગંભીર ઇજા

ખેડા: તાલુકાના વડાલા પાટીયા નજીક ગતરોજ માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી ઈકો ગાડીનં જીજે ૦૭ બીઆર ૭૧૫૮ ના ચાલકે માર્ગ પર રોડ ક્રોસ કરી રહેલ ક્રેટા ગાડી નં જીજે ૦૭ ડીબી ૨૩૬૪ ને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ક્રેટા ગાડીના ચાલક તેમજ ઈકો ગાડીના ચાલકને ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ક્રેટા ગાડીના ચાલક ભુપેન્દ્રકુમાર સોહનલાલ દમામી (રહે-અમદાવાદ) ની ફરિયાદને આધારે ખેડા ટાઉન પોલીસે ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:58 pm IST)