Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મહેસાણાના કડી તાલુકામાં બોગસ મતદાનના સમાચારથી તપાસ કરવા ગયેલ બે વકીલો પર જીવલેણ હુમલો થતા તપાસ શરૂ

મહેસાણા: જિલ્લાના કડી તાલુકાના કુંડાળમાં આજે લોકસભા ચૂંટણીનું મતદાન થઇ રહ્યું હતું ત્યારે કુંડાળ ગામે કોઇ શખસો દ્વારા બોગસ મતદાન થવાના સમાચાર મળતાં કોગ્રેસના બે સિનિયર એડવોકેટ તપાસ કરવા જતાં તેમના પર ૨૦ થી વધુ માણસોના ટોળાએ હુમલો કર્યાની ઘટના બનવા પામી છે.

તા.૨૩મી એપ્રિલના રોજ ચૂંટણી હોઇ કડી સહિત જિલ્લામાં મતદાન થઇ રહ્યું હતું. જેમાં કડી તાલુકાના કુંડાળા ગામે બપોરના સુમારે કેટલાક લોકો બોગસ મતદાન થઈ રહ્યું હતું. હોવાની કોંગ્રેસના કાર્યક્રતાઓને જાણ થતાં કોંગ્રેસના બે સિનિયર એડવોકેટ આ મતદાન બુથ ઉપર તપાસ કરવા જતાં ભાજપના કેટલાક ઇસમો અને ટોળાએ તેમને રોકીને જણાવેલ કે તમારી હિંમત કેવી રીતે થઇ કે તમે ભાજપના ગઢમાં પગ મુક્યો તેમ કહી એડવોકેેટની ગાડી પથ્થરમારો કરી તોડ ફોડ કરી હતી. તેમજ બંને વકીલોને માર માર્યા હતો. તેમજ ઝપાઝપીમાં પેન,પાકીટ એન રૃ.૧૦,૦૦૦ પડી જતા પામ્યા હતા તેમજ બંને જણાને નાનીમોટી ઇજાઓ થતાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે. તેમજ ભાજપના કાર્યક્રર્તાઓ અને ટોળા સામે ફરિયાદ તજવીજ હાથ ધરી છે.

(5:54 pm IST)