Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

દક્ષિણ ગુજરાતની પાંચ અને સંઘપ્રદેશની ર બેઠક પર ૬૩ થી ૭૪ ટકા જેટલું મતદાન

વલસાડ ૭૪.૯૪ ટા, દમણ-દીવ ૭૩ ટકા અને દાદરા નગર હવેલી ૭૯.૮૦ ટકા મતદાનઃ તંત્રને પણ હાશકારો

વાપી, તા., ર૪: દક્ષિણ ગુજરાતની પાંચ અને સંઘપ્રદેશની બે બેઠક પર જાણે અભુતપુર્વ મતદાન નોંધાયું ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે કોઇ પણ અનિચ્છનીય બનાવ વગર શાંતિપુર્ણ માહોલમાં મતદાન પુર્ણ થતા રાજકીય આગેવાનો સહીત વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.

કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોને મત આપવાનીો ઉત્સાહ ખરેખર વખાણવા જેવો રહયો. વહેલી સવારથી જ મતદાન શરૂ થઇ ગયું હતું.

જેમ જેમ ગરમી વધતી ગઇ તેમ તેમ જાણે મતદાનનું પ્રમાણ વધતું ગયું. કોઇ હોસ્પીટલમાંથી સીધુ મતદાન કરવા આવ્યું તો કોઇ લગ્ન મંડપમાંથી આવ્યું.

કોઇ બેન્ડવાજા સાથે સમુહમાં મતદાન કરવા આવ્યું તો કોઇ ઘોડા ઉપર બેસીને મતદાન કરવા આવ્યું.

જો કે અનેક ઠેકાણે મતદારયાદીમાંથી નામો નીકળી જવાની કે પછી ઇવીએમ ખોટકાઇ જવાની ફરીયાદો પણ સામે આવી હતી. ડાંગના ૪ ગામ અને સોનગઢના ત્રણ ગામના રહેવાસીઓએ રસ્તા તથા પાણી જેવી પ્રાથમીક સુવિધાના મુદ્દે ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો. જેને પગલે તંત્ર દોડતું થયું હતું.

રાજયમાં સૌથી વધુ મતદાન ૭૪.૦૯ ટકા થયું હતું. અહી શહેરી વિસ્તાર તેમજ આદિવાસી વિસ્તારમાં ભારે મતદાન થતા કોયડો વધુ ગુંચવાયો છે. શહેરી વિસ્તારનું વધુ મતદાન ભાજપનું જમા પાસુ બની રહેશે કે આદિવાસી વિસ્તારનું વધુ મતદાન કોંગ્રેસને ફાયદો અપાવશે.

રાજયમાં સૌથી વધુ મતદાન ૭૪.૦૯ ટકા થયું હતું. અહી શહેરી વિસ્તાર તેમજ આદિવાસી વિસ્તારમાં ભારે મતદાન થતા કોયડો વધુ ગુંચવાયો છે. શહેરી વિસ્તારનું વધુ મતદાન ભાજપનું જમા પાસુ બની રહેશે કે આદિવાસી વિસ્તારનું વધુ મતદાન કોંગ્રેસને ફાયદો અપાવશે.

નવસારી બેઠક ઉપર ૬૬.૪ર ટકા ભારે મતદાન થયું હતું. ગત ર૦૧૪ ની ચુંટણીમાં જે ૬પ.૮ર ટકા જેટલું નોંધાયું હતું. અહી સ્થિતિ જોતા ભાજપના સાંસદશ્રી સી.આર.પાટીલને વાંધો નહી આવે અને કદાચ ભારે લીડ સાથે વિજય મેળવશે તેમ મનાય છે.

આ ઉપરાંત બારડોલી બેઠક પર ૭ર.૯૪ ટકા જેટલું ભારે મતદાન થયું છે. અહી ભાજપ આગેવાનોની નિષ્ક્રીયતા કોંગ્રેસના તુષારભાઇને ફાયદો કરાવે તો નવાઇ નહી જો કે અહી પણ શહેરી વિસ્તારનું મતદાન નિર્ણાયક બની રહેશે.

જયારે ભરૂચ બેઠક પર ૭૧.૧૮ ટકા જેટલું ભારે મતદાન નોંધાયું છે. જેમાં ડેડીયાપાડા વિધાનસભામાં અને સૌથી ઓછું ભરૂચ બેઠક પર પ૯.ર૧ ટકા જ નોંધાયું હતું. આમ તો ભરૂચ એટલે ભાજપનો ગઢ ગણાય છે પરંતુ તેની સામે ડેડીયાપાડા વિસ્તારમાં આદિવાસી મતદારો વધારે છે. અને એમના ઉપર બીટીપીનું પ્રભુત્વ વધારે છે આ બેઠક માટે અત્યારે કંઇ પણ કહેવું વહેલું જણાય છે.

હવે જો આપણે સુરત બેઠકની વાત કરીએ તો અહી સવારના ર કલાકમાં માત્ર ૧૦ ટકા મતદાન નોંધાતા સૌ કોઇના જીવ તાળવે ચોંટયા હતા. પરંતુ ત્યાર બાદ મતદારો ભારે ઉત્સાહ સાથે નીકળતા અહી ૬૪ ટકા જેટલું ભારે મતદાન નોંધાયું હતું.

ગત ૨૦૦૦ની ચુંટણીમાં આ બેઠક પર ૬૩.૭૬ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. એટલે મતદાનના આંકડામાં મોટો ફેરફાર નથી. પરંતુ સમીકરણો બદલાયા છે. ભાજપની સ્થાનીક નેતાગીરીની નિષ્ક્રીયતા હોવા છતાં ભાજપના દર્શનાબેનને બહુ વાંધો નહી આવે ફરક પડશે તો તે માત્ર જીતની લીડનો.

હવે જો આપણે સંઘપ્રદેશની દીવ-દમણ બેઠકને જોઇએ તો અહી ૭૩ ટકા મતદાન નોંધાયું હતું. જયારે ગત ર૦૧૪ માં આશરે ૭૮ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આ મતદાનનો ઘટાડો સમીકરણમાં બદલાવ લાવી શકે આમ છતાં અહીં ભાજપનું પલડું હજુ પણ ભારે જણાય છે.

જયારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી બેઠક ખાતે ૭૯.૮૦ ટકા જેટલુ મતદાન નોંધાયું હતું. અહી પણ ગત ચુંટણીના પ્રમાણમાં ૪ થી પ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડો ઉમેદવાર માટે કપરો સાબીત થાય તો નવાઇ નહી.

આ બેઠક પર તો ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ત્રણેય પોતપોતાનો જીતનો દાવો કરે છે ત્યારે કોણ જીતશે?

ઉપરોકત સાતેય લોકસભા બેઠક ઉપર મતદાનની ટકાવારી અને સ્થિતિ  કાંઇ પણ હોય પરીણામ માટે તો હજુ ર૩ મી મે સુધી આપણે રાહ જોવી જ પડશે.

(4:08 pm IST)
  • કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે આતંકવાદીઓ અને માઓવાદીઓનો આત્મવિશ્વાસ વધે છે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા લોહરદગામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર એક પરિવાર માટે વિચારે છે અને તેના માટે જ સમર્પિત છે :અન્ય તેના માટે માત્ર વોટબેન્ક છે access_time 1:08 am IST

  • લોકસભા ચુંટણી ૨૦૧૯ : આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન રાજકોટમાં થયું છે : આખા રાજ્યમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન વલસાડમાં થયું છે : ૨૦૧૪ની સરખામણીએ આ વખતે પણ આખા રાજ્યનાં વોટર ટર્નઆઉટની એવરેજમાં બહુ મોટો ફેર નથી પડ્યો - એટલે હવે એ જોવાનું રહ્યું કે ૪૫ લાખ નવા મતદાતાઓ કઈ દિશામાં લઈ જશે ગુજરાતની ૨૬ બેઠકોને access_time 10:44 pm IST

  • અરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST