Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચ-પીસીબી અધિકારીઓને ફરજીયાત યુનિફોર્મ પહેરાવાયાઃ હિસ્ટ્રીશીટરોની હિલચાલ પર અનુપમસિંહ ગેહલોતે ફુલપ્રુફ વોચ રખાવેલ

ગુજરાતના અતિ સંવેદનશીલ અને છાશવારે જયાં માથાકુટ કરવા ડાભુરીયાઓ થનગનતા હોય છે તે શહેરમાં ચૂંટણી શાંતિથી આ રીતે થઇ

રાજકોટ, તા., ૨૪: લોકસભાની ચૂંટણી  સંદર્ભે ગુજરાતના અતિ સંવેદનશીલ  અને નાની-નાની બાબતોએ તહેવારો કે ચૂંટણી સમયે માથાકુટ કરવા માટેે  ટેવાયેલા વડોદરાના હિસ્ટ્રીશીટરોની હિલચાલ પર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જડબેસલાક વોચ ગોઠવી હતી. તમામે તમામ મુવમેન્ટની જાણ થાય તે માટે ફુલપ્રુફ વ્યવસ્થા કરતા શાંતિથી મતદાન પુર્ણ થયેલ.

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ક્રાઇમ બ્રાન્ચ-પીસીબી અને આરઆરસેલના અધિકારીઓને તથા સ્ટાફને ફરજીયાત યુનિફોર્મ પહેરવાના આદેશ આપી મેદાને ઉતાર્યા હતા. લોકો અસામાજીક તત્વો અને પોલીસ વચ્ચેનો ફેર સમજી શકે એ માટે ગોઠવેલી વ્યવસ્થા પણ કારગત નિવડી હતી.

અત્રે યાદ રહે કે ચૂંટણી અગાઉ જ વડોદરાના પોલીસ કમિશ્નર વડોદરાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ તથા જાણીતા ગુન્હેગારો જે વિસ્તારમાં રહે છે તેમના ઘર ક્રાઇમ બ્રાન્ચ અને અર્ધલશ્કરી દળનાજવાનો સાથેત્રાટકી અને તેમના વિસ્તારમાં જ આગવી ઢબે રાજકોટ સ્ટાઇલથી પુછપરછ કરી શાનમાં રહેવા સમજાવી દીધેલ એ બાબત જાણીતી છે.

(3:51 pm IST)