Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

કર્મચારીઓના ર લાખથી વધુ મતો ઉમેરાતા કુલ મતદાન ૬૪ ટકાને પાર કરી જશે

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં ગઇકાલે ર૬ બેઠકો માટે મતદાન થયેલ જેમાં ગુજરાતનું સરેરાશ મતદાન ૬૩.૬૭ ટકા જેટલું થયાનો પ્રાથમિક આંકડો સામે આવ્યો છે. ચૂંટણી ફરજ પર રોકાયેલા સરકારી કર્મચારીઓ અને લશ્કરના જવાનોએ અગાઉ પોસ્ટલ બેલેટથી કરેલા મતદાનનો તેમાં સમાવેશ થતો નથી. અગાઉનું મતદાન ઇવીએમના મતદાન સાથે ઉમેરાતા મતદાનનો આંકડો ૬૪ ટકાને પાર કરી જશે. ર લાખ જેટલા કર્મચારીઓએ મતદાનના દિવસ પુર્વે મતપત્રકથી મતદાન કર્યાનું જાણવા મળે છે. મત ગણતરી વખતે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ ગણવાની પરંપરા છે.

(3:50 pm IST)