Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

લગ્નપ્રસંગમાં ગયેલી મહિલાની ઘરમાં સુતેલી પાંચ વર્ષની પુત્રીને ઉઠાવી જઈને હવસખોરે પીંખી નાખી

રાત્રે 1 વાગ્યે બાળકો ઘરમાં સુતેલા જોઈને માતા ગરબા રમવા ગઈ ;બે વાગ્યે દીકરી ગૂમ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પીપલધરા ગામે મધરાત્રે લગ્ન પ્રસંગે ગરબા રમવા ગયેલી મહિલાની પાંચ વર્ષની પુત્રીને ઉઠાવી જઈને નરાધમે દુષ્કર્મ ગુજારતા હાહાકાર મચી જવા પામ્યો છે ઘરમાં સુતેલી તેની પાંચ વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી જઇ અજાણ્યા હવશખોરે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે.

  મળતી માહિતી પ્રમાણે ચીખલીના પનિયારી વિસ્તારમાં રહેતી મહિલા ગણદેવીના પીપલધરા ખાતે લગ્ન પ્રસંગ હોવાથી પોતાના પુત્ર અને પુત્રી સાથે લગ્ન પ્રસંગમાં ગઇ હતી. રાતે ડીજેના તાલે ગરબાની રમઝટ ચાલતી હોવાથી તેઓ ગરબે ઘૂમવા ગયા હતા. બંને બાળકો સુઇ ગયા હતા.

  ગરબા રમતા રમતા તેઓ રાત્રે એક વાગે પોતાના બાળકોની ભાળ કાઢવા ઘરમાં ગયા હતા ત્યારે બંને બાળકો સલામત રીતે સૂતેલા હતા. જેથી નિશ્વિંત બની ફરી ગરબામાં જોડાયા હતા. ત્યારબાદ રાતના બે વાગ્યા બાદ ફરીથી બાળકોને જોવા જતા તેમની માસૂમ દીકરી જ્યાં સુતેલી હતી ત્યાં ન હતી

જેથી સગાવહાલા સાથે તેની શોધખોળ કરતા તે ઘર પાછળના ભાગેથી રડતી મળી આવી હતી. તેણીનું મોઢું સુજી ગયેલું હતું અને તેણીએ પહેરેલા કપડા ઊંઘા હતા. આથી ફાળ પડતાં તેના ગુપ્તાંગ ભાગેથી લોહી નીકળતું હતું. તથા શરીર અને કમરના ભઆગે નખ માર્યાના નિશાનો હતો.

પરિસ્થિતિ પામી જતા પરિવારજનો સગીરાને લઇને ખારેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખાતે મોકલવામમાં આવ્યા હતા. બાદમાં તેન સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ ઘટનામાં સગીરા સાથે દુષ્કર્મ કોણે કર્યું તે બહાર આવ્યું નથી. મહિલાએફરિયાદ નોંધાવતા ગણદેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

(1:28 pm IST)
  • શ્રીલંકાને ધણધણાવવા ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયેલ..: શ્રીલંકામાં અનેક વિસ્ફોટોની હારમાળા સર્જી સેંકડોના જીવ હરી લેવાના કાળમુખા બનાવમાં ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયો હતો : જેમાંથી ૮ને ઓળખી લેવાયાનું અને ૬૦ની ધરપકડ થયાનુ જાહેર થયુ છે : આ તમામ લોકો શ્રીલંકન નાગરીકો છે access_time 4:00 pm IST

  • CJI ગોગોઈ જાતીય સતામણી કેસ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી રંજન ગોગોઈ પર લગાવાયેલા જાતીય સતામણીના કેસ બાબતે ઇન-હાઉસ ઇન્ક્વાયરી પેનલની રચના કરવામાં આવી : શ્રી ગોગોઈ પછી નવા ચીફ જસ્ટિસ બનનાર શ્રી બોબળેની અધ્યક્ષતામાં રચાઈ આ પેનલ : આ પેનલના બીજા બે સભ્યો તરીકે જસ્ટિસ એન.વી. રામના અને શ્રી ઇન્દિરા બેનર્જીની પણ નિમણુંક કરાઈ : CJI ગોગોઈએ આ સમગ્ર મામલનો નિર્ણય આ નવી રચાયેલ પેનલ પર મૂકી દીધો હોવાનું જાણવા મળે છે. access_time 12:26 am IST

  • મોદી બાયોપીકમાં વિપક્ષોને ખુબ નબળા ચિતરવામાં આવ્યા: ચુંટણીપંચે ૧૯મે સુધી આ ફિલ્મ ઉપર પ્રતિબંધની માંગણી કરી :ચુંટણીપંચે સુપ્રિમકોર્ટમાં રીપોર્ટ આવ્યો છે કે છેલ્લા તબકકાના મતદાન એટલે કે ૧૯ મેં સુધી મોદી બાયોપીક ઉપર પ્રતિબંધ ઇચ્છે છે, આ ફિલ્મ એક નેતાની જીવન કથની છેઃ આ ફિલ્મમાં રાજકીય પ્રતિનિધિઓનો પ્રશસ્તિ કરવામાં આવી છે. ચુંટણી પંચના રીપોર્ટમાં જણાવાયું છે કે બાયોપીકમાં વિરોધ પક્ષોને ખુબ જ નબળા ચિતરવામાં આવ્યા છે અને તેમની સામેના વ્યકિત ઉપર વધુ ઢળતા દેખા ડાયા છે access_time 3:59 pm IST