Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ગુજરાતમાં મતદાન માટે ઉત્સાહ ઘટતા રાજકીય આગેવાનોની મુંઝવણ વધી

અમદાવાદ: દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી થઈ રહી છે. આજે ત્રીજા તબક્કાનું મતદાન છે. સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.  જેમાં 15 રાજ્યોની 117 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાત, કેરળ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, આસામ, દાદરા નાગરહવેલી, દમણ અને દીવની લોકસભા બેઠકો પર મતદાન થશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાના કારણે ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવાની આશા રાખીને બેઠો છે. જ્યારે કોંગ્રેસ તેના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર મદાર રાખીને બેઠી છે. અલ્પેશ ઠાકોરે હમણા જ કોંગ્રેસ છોડી જ્યારે વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશમાં કોંગ્રેસની પક્કડ મજબૂત કરવામાં મદદ કરનાર જિજ્ઞેશ મેવાણી આ વખતે ચૂંટણી રેસમાં છે જ નહીં.

જો કે છેલ્લે જે મતદાનના આંકડા જાહેર થયા છે તે જાણીને રાજકીય પક્ષો ચિંતામાં મૂકાયા છે. બપોરે એક વાગ્યા સુધીમાં જે આંકડા જાહેર થયા છે તે મુજબ ગુજરાતની 26 બેઠકો માટે સરેરાશ મતદાન 39.34 ટકા નોંધાયું છે. દાહોદ,પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારોમાં મતદાન વધુ નોંધાયું છે.

(4:54 pm IST)
  • અરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST

  • રાજકોટમાં આવતીકાલે આકરો તાપઃ ઓરેન્જ એલર્ટ જાહેર કરતા બંછાનીધી પાની : આવતીકાલે શહેરમાં ૪પ ડીગ્રી જેટલુ તાપમાન રહેશે access_time 4:19 pm IST

  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST