Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ગાંધીનગરમાં ''પતિ પત્ની અને વૌ'' નો કરુણ અંજામ પત્ની અને પ્રેમીએ પતિ વિપુલની હત્યા કર્યાનું ખુલ્યું

વિપુલ અને પત્ની અસ્મા વચ્ચે ઝઘડા થતા પ્રેમી સમીરે ગળેટુંપો દઈને મોતને ઘાટ ઉતાર્યો

 

ગાંધીનગરમાં ''પતિ પત્ની અને વૌ'' નો કરુણ અંજામ આવ્યો છે અને વિપુલ પંડ્યા નામની વ્યક્તિની હત્યાનો ભેદ ઉકેલાયો છે. વિપુલની હત્યા તેની પત્ની અને તેના પ્રેમી સમીર ઉર્ફે મુરાજખાન પઠાણે કરી હોવાનો ખુલાસો થયો છે અસ્મા અને વિપુલ વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતા અસ્માના પ્રેમી સાથે સંબંધમાં તેનો એક દિકરો પણ છે પરંતુ વિપુલનો કાંટો કાઢવા તેની પત્ની અને પ્રેમીએ ઘટનાને અંજામ આપ્યો હતો

   ગત 19 એપ્રિલના રોજ પત્ની અસ્મા, અને પ્રેમી સમીરે મળીને વિપુલની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમી સમીરે વિપુલને પથારીમાં ગળે ટુંપો દઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. વિપુલ ગુમ થયો હોવાની ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે તેની તપાસ કરતાં કરાઈ રોડ પર એક બંધ કારમાંથી વિપુલનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે  પહેલા અસ્માં પોલીસને ખોટી વાતો કરીને ગેરમાર્ગે દોરતી હતી. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજ અને કોલ્સ ડિટેલ્સની તપાસ કરતાં પ્રેમ પ્રકરણનો ખુલાસો થયો. અને બન્નેની ઘરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:43 pm IST)