Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

દાહોદ જિલ્લામાં ત્રણ સ્થળોએ સર્જાયેલ અકસ્માતમાં બે ના મોત ;5ને ઇજા

 

દાહોદ જિલ્લામાં ત્રણ જગ્યાએ સર્જાયેલા અકસ્માતના બે ના નિપજયા છે જયારે 5 ને ઇજા થયાનું જાણવા મળે છે .

  વિગત મુજબ દાહોદ તાલુકાના ગોધરા રોડ જેકોટ નજીક ગત રોજ સાંજના સાડા વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં દાહોદ, પરેલ, પારસી કોલોનીમાં રહેતા મુસ્તુફા ઇબ્રાહીમ શેખ પોતાની બુલેટ પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઇ જઇ સામેથી આવતી ડીસ્કવર મોટરસાઇકલને જોશભેર ટક્કર મારતાં બુલેટની પાછળ બેઠેલ દેલસર ગામના કીરણપાલસિંહ હીરાલાલ પંડીતના છોકરાને તથા મોટરસાઇકલના ચાલકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જયારે બુલેટ ચાલક દાહોદ પરેલ પારસી કોલોનીમાં રહેતા મુસ્તુફા ઇબ્રાહીમ શેખને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. દાહોદ તાલુકા પોલીસે સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  બીજો બનાવ ધાનપુર તાલુકામથક ધાનપુર ખાતે ગત રોજ સવારે આઠ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં તુફાન ગાડીના એક ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી રોડની બાજુમાં ઉભેલ છકડા રીક્ષાને જોશભેર ટક્કર મારતાં ધાનપુર ગામના દશરથભાઇ રાઠોડ તથા છગનભાઇને ગંભીર ઇજાઓ થતાં તેઓને ૧૦૮ મારફતે સારવાર માટે દાહોદ સરકારી હોસ્પીટલમાં લાવવા નીકળતાં છગનભાઇ ભાથુભાઇનું દાહોદ પહોંચતા પહેલાં રસ્તામાં મોત નિપજયુ હતું. સંબંધે ધાનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

   ત્રીજો બનાવ દાહોદ તાલુકાના નાની બધેલી ગામે મુંઢીફળીયામાં રોડ ઉપર બપોરના બે વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક બાઇક ચાલકે બાઇક પુરઝડપે ગફલતભરી રીતે રોંગસાઇડમાં હંકારી લઇ સામેથી આવી રહેલી સળીયાભાઇ ગળાભાઇને અથાડતાં સળીયાભાઇને ઇજા કરી તથા સળીયાભાઇની મોટરસાઇકલ પર પછળ બેઠેલ તેમના છોકરા અશ્વિનભાઇ સળીયાભાઇને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સંબંધે કતવારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

(10:25 pm IST)