Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

જુદા જુદા ફ્રૂટ માર્કેટમાં હેલ્થ ફ્લાઇંગની તપાસ

૨૯૫થી વધુ ફ્રુટ એકમોની તપાસ

અમદાવાદ,તા. ૨૪ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફ્લાઇંગ વિભાગના અધિકારીઓએ નાગરિકોની આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં લઇને આજે અમદાવાદ શહેરના જુદા જુદા ફ્રુટ માર્કેટમાં તપાસ કરી હતી. હેલ્થ ફ્લાઇંગ દ્વારા કાળુપુર ફ્રુટ માર્કેટ, માણેક ચોક ફ્રુટ માર્કેટ, મહાલક્ષ્મી ફ્રુટ માર્કેટમાં તપાસ હાથ ધરી હતી. જુદા જુદા વોર્ડમાં અને ઝોનમાં આવેલી ફ્રુટની દુકાનોમાં પણ તપાસ કરવામાં આવી હતી. કુલ ૨૯૫ ફ્રુટના ધંધાકીય એકમોની તપાસ કરવામાં આવી હતી. ૧૫૧ એકમોને નોટિસ જારી કરવામાં આવી હતી. કેરી, તરબૂચ, સક્કરટેટી, સફરજન જેવા અંદાજિત ૬૮૮ કિલોગ્રામનો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.

(10:09 pm IST)