Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

રિવરફ્રન્ટ પર પહેલી મેથી ભવ્ય કાર્યક્રમનું આયોજન

છઠ્ઠી મે સુધી ચાલનાર કાર્યક્રમમાં અનેક આકર્ષણઃ ઓપન એર મુવી શો, ગુજરાત, રાજસ્થાનના કલાકારોના ડાન્સ શો, ડાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હશે

અમદાવાદ, તા.૨૪ : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહેલી મેથી ખાસ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છ દિવસ સુધી ચાલનાર આ સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉત્સવ પહેલી મેથી શરૃ થયા બાદ છઠ્ઠી મે સુધી ચાલશે. આ અંગેની જાહેરાત મેયરે પોતે કરી છે. આ મહોત્સવમાં જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અનેક કલાકારો ભાગ લેશે. હાસ્ય ડાયરો, ડાન્સ અને સંગીતના કાર્યક્રમો યોજાશે. આ મહોત્સવ દરમિયાન હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ માર્કેટનું આયોજન પણ કરવામાં આવશે. વધુ વિગતો આપતા મેયરે કહ્યું છે કે, રાજ્યના જુદા જુદા ભાગોમાંથી આવેલી જુદી જુદી કેરીઓની જાતિઓ પણ રજૂ કરવામાં આવશે.

રસપ્રદ બાબત એ છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આ મહોત્સવ દરમિયાન જે મુખ્ય હાઈલાઇટ છે તેમાં આ વખતે બોટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નથી. પાણીની કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે રિવરફ્રન્ટ પર બોટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું નથી. કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં ગુજરાત અને રાજસ્થાનના કલાકારો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. ઓપન એર મુવી સ્ક્રીનિંગ પણ યોજાશે. ઉપરાંત લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. ઉપરાંત હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમ માર્કેટ, ખાણી-પીણીના બજારો પણ રિવરફ્રન્ટ ઉત્સવના આકર્ષણ તરીકે રહેશે. બાળકો હાલ વેકેશન માણી રહ્યા છે ત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકોને પણ મજા પડી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉત્સવની તૈયારી જોરદારરીતે હાથ ધરવામાં આવી ચુકી છે.

(10:07 pm IST)
  • અમરેલી:બીટ કોઈન મામલે એસ.પી.જગદીશ પટેલની ધરપકડ બાદ જીલ્લાની મુખ્ય બે બ્રાન્ચનુ વિસર્જન:એસ.ઓ.જી.બ્રાન્ચ ના 11 પોલીસ કર્મીને અન્ય પોલીસ સ્ટેશનમા કરાઇ બદલી: એલ.સી.બી ના 15 પોલીસ કર્મીના પરત અન્ય પોલીસ સ્ટેશનમા બદલી કરાઈ : ઇન્ચાર્જ એસ.પી.બી.એમ.દેસાઈએ કર્યા ઓડર access_time 1:13 am IST

  • સુરત પાસે બે ડમ્પર વચ્ચે ચ્મ્ખ્વાર અકસ્માત : અકસ્માત થતા ડમ્પર વિઝ્દીના થાંભલા સાથે ભટકાતા, થાંભલો તૂટીને ડમ્પર પર પડ્યો : શોટસર્કીટ થતા ડમ્પર ભસ્મીભૂત થઈ ગયું access_time 8:44 pm IST

  • દિલ્હીનો ખૂંખાર માફિયા ઠાર : નવી દિલ્હી નજીક નોઇડા ખાતે ખૂંખાર માફિયા બલરાજ ભટ્ટી એસટીએફ સાથેનાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે access_time 9:59 pm IST