Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

મોડાસા પ્રિન્સિપલ સિવિલ કોર્ટના વકીલ અભિષેક ત્રિવેદીનું અપહરણ ;પોલીસે ગણતરીની કલાકોમાં મુક્ત કરાવ્યા :ત્રણની ધરપકડ:ત્રણની શોધખોળ

અરવલ્લીમાં મોડાસા પ્રિન્સિપલ સિવિલ કોર્ટના વકીલ અભિષેક ત્રિવેદીનું અપહરણ થયું હતું.પોલીસે  ગણતરીના કલાકોમાં જ વકીલને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી ત્રણ અપહરણકારોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ અપહરણકારોની શોધખોળ ચલાવી છે. કયા કારણોસર વકીલનું અપહરણ કરાયું અને આ ઘટનામાં કોણ સંડાવાયેલું છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.

 જાણવા મળેલી માહિતી મુજબ વકીલ અભિષેકે કોર્ટમાં એક પ્રેમ લગ્ન કરાવ્યા હતા. વકીલ અભિષેક પ્રેમ લગ્ન કરનાર યુવકનો સંબંધી હોવાથી તેમણે કોર્ટ મેરેજ કરાવ્યા હોવાન યુવતીના પરિવારજનોએ આશંકા રાખીને અપહરણ કર્યું હતુ. અને માર માર્યો હતો. આ ઘટનાને પગલે કોર્ટમાં અન્ય વકીલોએ પીડિત વકીલના સમર્થનમાં આવીને આરોપીને કડક સજા થાય તેવી રજૂઆત કરી..

(9:28 pm IST)