Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

બિટકોઇન કેસ : વકીલ કેતન પટેલને જામીન આપવાની ના

આરોપી વકીલ હોવા છતાં કોર્ટે જામીન ન આપ્યા : કેસમાં સક્રિય ભૂમિકા ભજવી હોવાનો કેતન પટેલ ઉપર ગંભીર આરોપ : કોર્ટે સરકારી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી

અમદાવાદ,તા. ૨૪ : રાજયભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કેસમાં આરોપી એડવોકેટ કેતન પટેલની જામીન અરજી આજે અત્રેની સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આરોપી વકીલ કેતન પટેલને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો, જેને પગલે આરોપી એડવોકેટની મુશ્કેલીઓ વધી છે. આરોપી એડવોકેટ કેતન પટેલ ઉર્ફે ઇકબાલની જામીનઅરજીનો સખત વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી કેતન પટેલની ગુનાની જગ્યાએ હાજરી બોલે છે અને સમગ્ર પ્રકરણમાં તેની સક્રિય સંડોવણી બહાર આવી છે. આરોપી વકીલના મોબાઇલ નંબરની કોલ ડિટેલ્સ જોતાં પણ ગુનાવાળી જગ્યાએ તેનું લોકેશન બતાવે છે. આ કેસના અન્ય સાહેદો સાથે આરોપી વકીલ કેતન પટેલે પોતાના મોબાઇલ નંબર પરથી રૂ.૩૨ કરોડના હવાલા સંદર્ભે કરવામાં આવેલ વાતચીત પણ સીડીઆરમાં સ્પષ્ટ થઇ છે. આરોપી કેતન પટેલની ઓળખ પરેડ દરમ્યાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવાયા હતા. આ સમગ્ર પ્રકરણમાં બિલ્ડર શૈલેષ ભટ્ટનું જે સ્થળેથી અપહરણ કરવામાં આવ્યું તે નિધિ પેટ્રોલપંપ અને રાજધાની હોટલના સીસીટીવી ફુટેજ પણ કબ્જે કરાયા છે, જેમાં આરોપી કેતન પટેલની હાજરી હોવાનું સામે આવ્યું છે. આરોપી વકીલ કેતન પટેલ દ્વારા ઉપયોગમાં લેવાયેલી એલેન્ટ્રા કાર પણ તપાસનીશ એજન્સીએ જપ્ત કરી છે. તપાસમાં એવી હકીકત પણ સામે આવી છે કે, શૈેલેષ ભટ્ટ પાસેથી પડાવવાના થતા બિટકોઇનની વાત કેતન પટેલ લઇ આવ્યા હતા. ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ એવા આ કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે તેવા સમયે જો આરોપી વકીલ કેતન પટેલને જામીન આપવામાં આવે તો કેસના સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડા થવાની શકયતા સહેજપણ નકારી શકાય તેમ નથી.આ સંજોગોમાં કોર્ટે આરોપી વકીલ કેતન પટેલના જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી વકીલ કેતન પટેલની જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી.

(7:21 pm IST)
  • અહો આશ્ચર્યમ ;ડોનાલ્ડ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની કર્યા વખાણ :ટ્રમ્પએ કહ્યું કિમ અત્યંત આદરણીય વ્યક્તિ છે ;તેઓ બન્ને વચ્ચે વહેલીતકે બેઠક યોજાશે.:અમેરિકા કિમ જોંગની ક્રૂરતા અને છેતરપિંડી માટે લાંબા સમય માટે ટીકા કરી રહ્યું છે,તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના નેતાની પ્રશંસા કરતા આશ્ચર્ય ફેલાયું છે access_time 1:29 am IST

  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST

  • મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ વધુ 6 નક્સલવાદીઓને ફૂંકી માર્યા : અગાઉ રવિવારના રોજ કર્ણાસુર જંગલમાં સુરક્ષાદળોએ 16 નકસલવાદીઓને ઠાર કર્યા હતા : છેલ્લા 48 કલાકમાં, સુરક્ષા દળોએ 22 નક્સલવાદીઓને મારી નાખ્યા છે:સોમવારે અહારી તાલુકાના રાજારામ ખલ્લા ગામમાં છ માઓવાદીઓને પથ્થરોથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. access_time 1:23 am IST