Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

પાલનપુર સિવિલ હોસ્પિટલના ખાનગીકરણનો મામલો ગરમાયોઃ સિવિલ બચાવો સમિતિના સભ્યો દ્વારા અન્ન જળનો ત્યાગઃ મહિલા ઉપવાસીની તબિયત લથડી

પાલનપુરઃ પાલનપુરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની હિલચાલ સામે રોષ વ્‍યાપ્યો છે અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

સિવિલ બચાવો સમિતિના સભ્યોએ ગઈ કાલથી અન્ન જળનો ત્યાગ કર્યો છે. જેમાં ઉપવાસ પર બેઠેલા મહિલા સભ્યની હાલત લથડી છે. મહિલા સભ્યને ફિમેલ વોર્ડમાં દાખલ કરાયા છે.

પોલીસે દિયોદર પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા હોવાનો સિવિલ બચાવો સમિતિએ આક્ષેપ કર્યો છે. અને સિવિલનું ઈન્સપેક્શન કરવા આવેલી મેડિકલ કાઉન્સિલ ટીમ સમક્ષ સિવિલના ખાનગીકરણ મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા..

બે દિવસ અગાઉ બનાસડેરીમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટના ચેરમેન માવજી દેસાઈએ સિવડાવો સમિતિને સભ્યોને લુખ્ખા કહી અને અપમાન કર્યું હતું. જેની સામે સિવિલ બચાવો સમિતિના સભ્યોએ એસપીને એક અરજી સ્વરૂપે આપી અને ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. ત્યારે બનાસડેરીના ચેરમેન અને ગલબાભાઇ નાનજીભાઇ પટેલ પ્રશ્ન ચેરમેન અગાઉ રાજ્યના આરોગ્ય પ્રધાન હતા ત્યારે તેમને ખાનગી કેસના નામે મેડિકલ કોલેજ પાસ કરાવી અને ઓફિસ એક્ટનો ભંગ કર્યાની પણ ફરિયાદ દાખલ કરવાનું સેલ બચાવો સમિતિના સભ્યોએ તજવીજ હાથ ધરી છે.

(6:07 pm IST)