Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અમદાવાદમાં રોડ રોમિયાનું કારસ્‍તાનઃ મિત્રતાના દાવે યુવતિ સાથે પડાવેલા ફોટા બતાવીને પ્રેમ સંબંધ રાખવા ધરાર દબાણઃ આરોપી સુમિત રાજપૂતની શોધખોળ

અમદાવાદઃ અમદાવાદમાં અેક રોડ રોમિયોઅે મિત્રતાના દાવે ફોટા પડાવ્યા બાદ ધરાર પ્રેમ સંબંધ રાખવાની માંગણી કરીને યુવતિના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા ભારે ચર્ચા જાગી છે. પોલીસે આ પ્રકરણમાં યુવકની શોધખોળ હાથ ધરી છે.

વિદ્યાર્થિની કોલેજથી ઘરે આવતી હતી ત્યારે રસ્તામાં રોકી તેની છેડતી કરતો હતો. પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

શાહીબાગ વિસ્તારમાં રહેતી અને શિવરંજનીબ્રિજ પાસે આવેલી લોકમાન્ય કોલેજમાં ટી.વાય. બીકોમમાં અભ્યાસ કરતી સ્નેહા ર૦૧પમાં શાહીબાગ ખાતે આવેલા શુકન મોલમાં ટ્યૂશન ક્લાસમાં જતી હતી. ક્લાસીસમાં સુમિત રાજપૂત (રહે. વાસુદેવ સોસાયટી, ગિરધરનગર)ની સાથે મિત્રતા થઇ હતી.

દરમ્યાનમાં સુમિતે સ્નેહાને પ્રેમ કરતો હોવાનું જણાવી લગન કરવા કહ્યું હતું, જોકે સ્નેહાએ તેને માત્ર મિત્રતા જ રાખવા જણાવ્યું હતું. સુમિત મિત્રતા રાખવા અંગેની વાત માની તેની સાથે ફરવા લાગ્યો હતો, જોકે થોડા સમય બાદ તે ફરી પ્રેમસંબંધ બાંધવાની વાત કરતો હતો.

સ્નેહા કોલેજથી ઘરે આવતી હતી ત્યારે રસ્તામાં રોકીને મિત્રતામાં સાથે પડાવેલા ફોટા સમાજમાં બતાવી દેવાની ધમકી આપી પ્રેમસંબંધ માટે દબાણ કરતો હતો. વધુ હેરાનગતિ કરતાં આ અંગે સ્નેહાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તે સમયે તેણે હેરાન નહીં કરે તેવી બાંયધરી આપી હતી, જોકે ફરી સુમિત હેરાન કરવા લાગ્યો હતો.

પરીક્ષાનું પેપર પૂરું કરી સ્નેહા તેનાં માતા-પિતા સાથે ઘરે પરત ફરી રહી હતી ત્યારે ઇદગાહબ્રિજ પર સુમિત તેમને રોકી સ્નેહાના મિત્ર મયંકને ગાળો બોલી-ધમકી આપી નાસી ગયો હતો. પોલીસે આરોપી સુમિતને ઝડપવા તજવીજ હાથ ધરી છે. (યુવતીનું નામ બદલ્યું છે)

(6:01 pm IST)