Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

કલોલના પલોડીયાની સીમમાં સમાજના ડરથી પ્રેમી યુગલે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

કલોલ:ના પલોડીયા ગામની સીમમાં પ્રેમી યુગલે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવક પરીણીત હતો. તેને રાંચરડાની સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સાંતેજ પોલીસે બંનેની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આ અંગે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૃ કરી છે. કલોલના પલોડીયા ગામની સીમમાં આવેલા પડતર પ્લોટમાંથી પ્રેમીયુગલની લાશ મળી આવી હતી. પ્લોટમાં આવેલ લીમડાની ડાળીએ બંને પ્રેમી પંખીડાએ દુપટ્ટા વડે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. ફાંસો ખાવાથી બંનેના મોત નીપજ્યા હતા. ત્યારે બંનેના વજનથી લીમડાની ડાળી તુટી જતા બંનેની લાશો નીચે પટકાઇ હતી. મૃતક યુવક પલોડીયામાં રહેતો કિશન બુધાજી ઠાકોર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. તેમજ રાંચરડાની સગીરા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.
 

(5:54 pm IST)