Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

નવસારીના કછોલમા અગમ્ય કારણોસર 15 વર્ષીય કિશોરીએ ફાસો ખાધો

નવસારી:ના કછોલ ગામે રહેતા ખેડૂતની ધો. ૯માં અભ્યાસ કરતી પુત્રીએ કોઇ અગમ્ય કારણોસર ઘરમાં સીલીંગ ફેન સાથે  ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. નવસારીના કછોલ ગામે પટેલ  ફળિયામાં રહેતા ખેડૂત નરેશભાઇ વલ્લભભાઇ પટેલની પુત્રી ધુ્રવીની (ઉ.વ. ૧૫) ખડસુપા ખાતે ધો. ૯માં અભ્યાસ કરતી હતી.

હાલમાં શાળાની પરીક્ષા પૂર્ણ થતાં ધુ્રવિની આગામી વર્ષે ધો. ૧૦ બોર્ડની પરીક્ષા હોવાથી  નવસારીમાં પ્રવેશ મેળવવા મંાગતી હતી પરંતુ  ગત રાત્રે કોઇ અગમ્ય કારણોસર ધુ્રવિનીએ પોતાના ઘરમાં સીલીંગ ફેન સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મિલનસાર સ્વભાવની ધુ્રવિનીના મોતથી તેના પરિવારજનોએ ભારે  આક્રંદ કર્યું હતું.

બનાવ અંગે રૃરલ પોલીસમાં પોતાની ભત્રીજીના મોત અંગે કાકા અમ્રતભાઇ વલ્લભભાઇ પટેલે ફરિયાદ  નોંધાવતા પીએસઆઇ એસ.જી. દેસાઇ તપાસ કરી રહ્યાં છે. જાણવા મળતી માહિતી મુજબ નવસારીની શાળામાં ધો. ૧૦માં પ્રવેશ નહીં મળશે તેના ટેન્શનમાં આવી ધુ્રવિનીએ આ પગલું ભર્યું હતું.

(5:53 pm IST)