Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સોશિયલ મીડિયા ઇન્સટ્રાગ્રામ પર ફેક આઈડી બનાવી પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ

સુરત:સોશીયલ સાઇડ ઇન્સ્ટાગ્રામ પર મુસ્લિમ યુવાને સેમ નામની ફેક આઇડી બનાવી પરિણીતા સાથે વાતચીત કરી મળવા માટે બોલાવીને બન્નેના સાથે ફોટા પાડીને પતિ તેમજ પરિવારજનોને બતાવી દેવાની ધમકી આપીને પરિણીતા સાથે દુષ્કર્મ આચરાયું હતું.

સોશીયલ મીડીયામાં અજાણી વ્યકતિઓ સાથે વાતચીત કરવા સામે ચેતવણી આપવામાં આવે છે છતાં યુવતિઓ અને મહિલાઓ આવી ફેક આઇ.ડી બનાવનારા લંપટોની માયાજાળમાં ફસાઇ રહી છે. આવો જ એક કિસ્સો સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ં નાનપુરા માછીવાડમાં રહેતા અને છુટક દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા એઝાઝ ઇકબાલ બનારસીએ ઇન્સ્ટાગ્રામ પર 'સેમ' (SAM) નામક આઇ.ડી બનાવી હતી. અને તે આઇ.ડીના આધારે ચેટીંગ કરીને એક મુસ્લિમ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી.

વાતચિતોનો દોર વધ્યા બાદ એઝાઝ બનારસીએ પરિણીતાને મળવા માટે ચોકબજાર સ્થિત ક્વોલીટી રેસ્ટોરન્ટ પાસે બોલાવી હતી. અહી વાતચિત દરમિયાન એઝાઝે ચતુરાઇથી પરિણીતા સાથે પોતાના ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા. અને ત્યારબાદ પરિણીતાને શરીર સબંધ બાંધવા દબાણ કર્યું હતું. પરિણીતાએ ઇન્કાર કરતા ફોટા તેના પતિ અને પરિવારને મોકલી દેવા માટે એઝાઝે ધમકી આપી હતી.

(5:53 pm IST)