Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સુરતમાં લાયસન્સ વિના ચાલતા મિનરલ વોટરના પ્લાન્ટ સામે મનપાએ કાર્યવાહી હાથ ધરી

સુરત: મ્યુનિ.માં બીઆઈએસ સર્ટીફીકેટ અને મ્યુનિ.ના લાયસન્સ વિના ચાલતા  મિનરલ વોટરના પ્લાન્ટ સામે તવાઈ આવી રહી છે. અગાઉ ૨૧ જેટલી પ્લાન્ટને સીલ કરાયા બાદ વધુ પ્લાન્ટ સામે પણ કાર્યવાહી ચાલી રહી છે. જોકે, સીલ કરાયેલા કેટલાક પ્લાન્ટ ફરીથી ધમધમતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે.  
લોકોના આરોગ્ય સામે જોખમ કરતાં  મિનરલ વોટરના નામે શરૃ થયેલા પેકેજીંક વોટરના પ્લાન્ટ મ્યુનિ.ના કાયદા સાથે વીજ કંપનીના કાયદાનો પણ ભંગ કરી રહ્યાં હોવાની ફરિયાદ ઉઠી છે. સુરત મ્યુનિ. વિસ્તરમાં મ્યુનિ.ના લાયસન્સ વિના ચાલતા પેકેજીગ વોટર પ્લાન્ટને નોટીસ આપીને સીલીંગની કામગીરી મ્યુનિ. તંત્રએ શરૂ કરી છે.
હાલમાં સર્વે કરાયો તેમાં કેટલાક પ્લાન્ટ પાસે બીઆઈએસ લાયસન્સ ન હોવા ઉપરાંત મ્યુનિ.ના ફુડ વિભાગનું કોઈ પ્રકારનું લાયસન્સ નથી. આવી રીતે ચાલતા પ્લાન્ટમાં મ્યુનિ.ના ફુડ વિભાગ સાથે ગુમાસ્તાના નિયમનો પણ ભંગ થવા સાથે પ્રોફેશનલ  ટેક્સની પણ ચોરી થઈ રહી છે.  

(5:53 pm IST)