Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

આણંદના લાંભવેલ નજીક ઓવરટેક કરવાની બાબતે ત્રણને માર મારતા ગુનો દાખલ

આણંદ:નજીક આવેલા લાંભવેલ ગામે ગઈકાલે રાત્રીના સુમારે કારની રોંગ સાઈડે ઓવરટેક કરવાની બાબતે બે એક્ટીવા ચાલકે ત્રણ કાર સવારોને માર મારતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કંજરી ગામે રહેતા જયદીપસિંહ લાલજીભાઈ રાજ પોતાના મિત્ર મનનભાઈ તથા દિલીપભાઈ સાથે આણંદથી પોતાની કારમાં પરત કંજરી જવા માટે નીકળ્યા હતા. રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે એસ. કે. સિનેમા પાસેથી પસાર થતા હતા ત્યારે એક એક્ટીવાએ રોંગ સાઈડે ઓવરટેક કરતાં બાજુમાં બેઠેલા મનને તેને ઠપકો આપ્યો હતો. જેથી એક્ટીવા ચાલક અને તેની પાછળ બેઠેલા શખ્સે કારની આગળ એક્ટીવા ઉભુ કરી દેતાં જયદિપસિંહે કાર ઉભી રાખી હતી. મનનભાઈ કારમાંથી નીચે ઉતરીને જતા એક શખ્સે લાકડાનો ડંડો માથામાં મારી દીધો હતો. જેથી દિલીપભાઈ વચ્ચે પડતાં તેમને પટ્ટાથી માર માર્યો હતો. જ્યારે જયદિપસિંહને ગડદાપાટુનો માર માર્યો હતો. આસપાસના લોકો આવી જતાં બન્ને શખ્સો એક્ટીવા પર બેસીને ફરાર થઈ ગયા હતા.
બાજુના ગલ્લાએ પૂછપરછ કરતાં લાંભવેલ ગામે રહેતા સચીનભાઈ ફુલાભાઈ રોહિતનો નાનો ભાઈ તથા તેનો મિત્ર હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી બન્ને વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ઘરી છે.

(5:52 pm IST)