Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

દોઢ વર્ષ પહેલા સાલોડમાં મહિલાની હત્યા કરી લાશ ડેમમાં ફેંકી દેનાર આરોપી જેલ હવાલે

કપડવંજ: તાલુકાના સાલોડમાં દોઢ વર્ષ પહેલાં મહિલાની લાશ ચેકડેમમાંથી મળી આવી હતી. આ મહિલાની હત્યા થયાનું બહાર આવતા પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી હતી. આ આરોપીઓને બિલોદરા જેલ હવાલે કરાયા છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના સાલોડમાં રહેતા રેશમબેન વિક્રમસિંહ ચૌહાણની ગત તા. ૧૯-૯-૧૬ના રોજ નહેરના ચેકડેમમાંથી લાશ મળી આવી હતી. આ લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા થયાનું જાહેર થયું હતું. આ પ્રકરણમાં પોલીસે તપાસ કરતા આડા સંબંધના કારણે મહિલાની હત્યા કર્યાનું તેમજ આ હત્યારા તખ્તસિંહ બાલસિંહ સોઢા પરમાર, વખતસિંહ બાલસિંહ સોઢા પરમારની અટકાયત કરી હતી. બાદમાં વધુ એક આરોપી લ-મણભાઈ ચતુરભાઈ ડાભીની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. કપડવંજ રૂરલ પોલીસે રીમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતાં. જેથી કોર્ટે ત્રણ આરોપીઓને બિલોદરા જેલમાં મોકલી આપવા હુકમ કરતા પોલીસે આરોપીઓને જેલમાં મોકલી આપ્યા હોવાનુંં જાણવા મળેલ છે.
 

(5:51 pm IST)