Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ગુજરાતમાં જાહેરમાં ગુન્હો કરનારને નજીવો દંડ 158 વર્ષ જૂની જોગવાઇમાં ફેરફાર કરવો જરૂરી

અમદાવાદ :ગુજરાતમાં જાહેરના ગુન્હો અચરનારને નજીવા દંડની જોગવાઈ છે  હાલના કાયદા અનુસાર દારુ પીને જાહેરમાં ધમાલ કરવા બદલ માત્ર 10 રુપિયા દંડ થાય છે. જાહેરમાં ઝઘડો કરી શાંતિનો ભંગ કરવાનો દંડ માત્ર 100 છે.કોઈની મિલકતમાં ગેરકયાદે પ્રવેશ કરવા બદલ 500, સરકારી અધિકારીની કામગીરીમાં ખલેલ પહોંચાડવા બદલ. 500, જાહેર જળસ્રોત પ્રદૂષતિત કરવા બદલ 500, વાતાવરણ પ્રદૂષિત કરવા બદલ 500 અને ખાદ્યપદાર્થોમાં મિલાવટ કરવાનો માત્ર 1000 દંડ છે. આ ગુનાઓમાં જેટલી જેલની સજા થાય છે, તેની સાથે આ દંડ ભરવાનો રહે છે.

  ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 2017 અંતર્ગત જો કોઈ વ્યક્તિ ગુજરાત રાજ્યમાં દારુ ખરીદતા, વેચતા કે પછી ટ્રાન્સપોર્ટ કરતા પકડાય તો તેણે પાંચ લાખ રુપિયા દંડ ભરવાનો રહેશે. ગુજરાત હાઈકોર્ટની માંગ છે કે લગભગ 158 વર્ષ પહેલા નક્કી કરવામાં આવેલી IPC અંતર્ગત દંડની રકમોમાં હવે ફેરફાર કરવામાં આવે.

   હાઈકોર્ટનું માનવું છે કે, દંડની રકમ એટલી હોવી જોઈએ કે તેનાથી વ્યક્તિને ગુનો કરતા રોકી શકાય. અત્યારે IPCમાં દંડની રકમ એટલી ઓછી છે કે, તે ધાક બેસાડવા માટે પૂરતી નથી. તાજેતરમાં જ એક ચીટિંગ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બે.પારડીવાલાએ કહ્યું કે, IPCની કલમ ડ્રાફ્ટ કરવામાં આવી તે સમયની પૈસાની કિંમત અને અત્યારના માનવમૂલ્યોમાં ઘણો ફેરફાર થયો છે.

1985ના NDPC એક્ટ અને 2005ના IT એક્ટ અંતર્ગત દંડની રકમ લાખોમાં છે. આ ઉદાહરણ ટાંકતા હાઈકોર્ટ કહે છે કે, 1860માં દંડની આ રકમ યોગ્ય હશે, પરંતુ આટલા વર્ષો પછી પણ દંડની રકમ ન બદલાવવાને કારણે તેની કોઈ અસર તે ધાક ગુનેગારો પર હોતી નથી.

   કોર્ટ ઓર્ડર અનુસાર, IPCના સેક્શન 279 અનુસાર જો કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો તે 1000 રુપિયા સુધીનો દંડ ભરીને છુટી શકે છે, જ્યારે IPCના સેક્શન 338 અનુસાર જો કોઈ અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડે તો 500 રુપિયા દંડની જોગવાઈ છે.

(3:37 pm IST)