Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સુરતની યુવતીને મિત્રતા ભારે પડી:ફોટા પાડીને બ્લેકમેલ કરીને બે વખત બળાત્કાર: યુવક્ની ધરપકડ

સુરતમાં એક યુવતીને ઈન્ટાગ્રામ પર મિત્રતા કરવી ભારે પડી છે.ઈન્ટાગ્રામ પર યુવક સાથે કરેલી મિત્રતા બાદ યુવકે આ યુવતી સાથે ફોટો પાડી લીધો હતો. અને ત્યારબાદ તે આ ફોટો તેના પતિને બતાવી દેશે તેવી ધમકી આપીને યુવતી સાથે 2 વખત બળાત્કાર ગુજાર્યો હતો. અને યુવતીને વારંવાર બ્લેકમેલ કરતો હતો. જેને લઈને યુવતી ત્રાસી ગઈ હતી. અને સમગ્ર મામલાની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી.

   યુવતીએ અઠવા પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને પોતાની આપવીતી પોલીસ સમક્ષ ઠાલવી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે આરોપી એઝાઝ ઇકબાલ બનારસીની ધરપકડ કરી છે. આ એઝાઝ ઇકબાલ બનારસીની ઉંમર 22 વર્ષની છે. જે છૂટક દલાલી કરે છે.

 આ યુવકે પરિણીતાને નાનપુરા, મકાઇપુલ પાસે મળવા બોલાવી હતી. જ્યાં વાતો કરતા કરતા યુવકે બંનેનો ફોટો સાથે ખેંચી લીધો હતો. અને ત્યાર બાદ યુવક આ તસવીરોને તેના પતિને મોકલી આપવાની ધમકી આપતો હતો. હાલ તો પોલીસે આ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(3:36 pm IST)