Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

કેગના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર દ્વારા જંત્રીદરની સમીક્ષા શરૂ

સરકારની અનિયમિતતાના કારણે રાજ્યની તીજોરીને 25000 કરોડનું નુકશાન: કોંગ્રેસનો દાવો

ગાંધીનગરઃ કેગના અહેવાલ બાદ રાજ્ય સરકાર દ્વારા જંત્રીદરની સમીક્ષા શરુ કરી દેવાઈ છે જમીન માટેના જંત્રી દરના ઉપયોગ અને કેલક્યુલેશનમાં અનિયમિતતાના પગલે રાજ્યની તીજોરીઓને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું કેગના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું, જે બાદ રાજ્ય સરકારે જંત્રી દરની સમીક્ષા શરૂ કરી છે

   અત્રે  ઉલ્લેખનીય છે કે 2011 બાદ જંત્રી દરની સમીક્ષા જ કરાઈ નથી માર્ચ 2018માં CAGનો રિપોર્ટ સબમિટ કરાયો હતો જેમાં નોંધવામાં આવ્યું હતું કે “ગુજરાત હાઇકોર્ટની સૂચના મુજબ રાજ્ય સરકારે દર વર્ષે સર્વે સહિતના વિવિધ ટૂલનો ઉપયોગ કરીને જે-તે વિસ્તારની જમીનના વાસ્તવિક રેટની સમીક્ષા કરવાની હોય છે, જેના દ્વારા જે-તે વર્ષમાં રજિસ્ટ્રેશન ચાર્જીસ અને સ્ટેમ્પના રેવન્યૂમાં વધારો થાય તે માટે જમીનના એન્યુઅલ રેટ્સ કેવા હોવા જોઇએ તે નક્કી કરવામાં આવે આવે છે. જો કે ગુજરાત સરકાર 2012થી 2017 દરમિયાન એન્યુઅલ રેટ્સનું સ્ટેટમેન્ટ અપ્લાય કરવામાં નિષ્ફળ રહી છે.”

   કોંગ્રેસે દાવો કર્યો હતો કે આ મામલે સરકારની અનિયમિતતાના કારણે રાજ્યની તીજોરીને 25000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મહેસુલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે, “સરકારે જંત્રી રેટ્સની સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે અને બધી જ ખામીઓ દૂર કરવામાં આવશે. વિવિધ સહભાગીઓ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે અને રિવ્યૂ પ્રક્રિયામાં તમામ સૂચનો પર ધ્યાન દોરવામાં આવશે.

 

(3:00 pm IST)
  • રાજકોટ આજીડેમમાંથી નારણ સોલંકી નામના શખ્શની લાશ મળી : ફાયરબ્રિગેડની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી : પોલીસે તપાસ શરુ કરી access_time 11:53 am IST

  • સુરત પાસે બે ડમ્પર વચ્ચે ચ્મ્ખ્વાર અકસ્માત : અકસ્માત થતા ડમ્પર વિઝ્દીના થાંભલા સાથે ભટકાતા, થાંભલો તૂટીને ડમ્પર પર પડ્યો : શોટસર્કીટ થતા ડમ્પર ભસ્મીભૂત થઈ ગયું access_time 8:44 pm IST

  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST