Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

પ્રદેશ કાર્યાલય ખાતે બપોરના સહકારી અગ્રણીઓની બેઠક

કોંગ્રેસ ઇલેકશન એકશન મોડમાં ! : કોંગ્રેસના નબળા પડેલા સહકારી સંગઠનોને ચેતનવંતુ કરાશે

રાજકોટ તા.૨૪: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે બપોરના સહકારી આગેવાનોની મહત્વની બેઠક મળશે. રાજય પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં મળનાર આ બેઠકમાં છેલ્લા અમુક વર્ષોથી કોંગીનું નબળા પડી ગયેલા સહકારી સંગઠનને ચેતનવંતુ બનાવવા મહત્વના નિર્ણયો લેવાશે.

પુર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન, ઘનશ્યામભાઇ અમિન તથા અન્ય સહકારી આગેવાનો કોંગ્રેસમાંથી ભાજપમાં ચાલ્યા જતા અને વયોવૃધ્ધ સહકારી આગેવાનો નિષ્ક્રિય થઇ જતા કોંગ્રેસનું સહકારી સંગઠન મૃતઃપ્રાય હાલતમાં છે જેને ફરી ચેતનવંતુ બનાવવા માટે આજની બેઠકમાં નિર્ણય લેવાશે.

(11:31 am IST)