Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

બિટકોઇન મામલે અમરેલીના એસપી જગદીશ પટેલની અટકાયત થતાં પોલીસબેડામાં ફફડાટ

સીઆઇડી દ્વારા દિવસભર જગદીશ પટેલની પૂછપરછ ચાલી

અમદાવાદ :રાજ્યભરમાં ચકચાર જગાવનારા 12 કરોડના બિટકોઇનના તોડપાણી કેસમાં ટોચના પોલીસ અધિકારીઓ પર સકંજો કસાયો છે. બિટકોઇન મામલામાં અમરેલીના એસપી જગદીશ પટેલની ધરપકડ થતાં પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે
   સીઆઇડી ક્રાઇમ દ્વારા એસપી જગદીશ પટેલની તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરી ગાંધીનગર લાવવામાં આવ્યા હતાં. સીઆઇડી દ્વારા દિવસભર જગદીશ પટેલની પૂછપરછ ચાલી હતી

(11:06 pm IST)
  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST

  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST

  • રાજકોટ આજીડેમમાંથી નારણ સોલંકી નામના શખ્શની લાશ મળી : ફાયરબ્રિગેડની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી : પોલીસે તપાસ શરુ કરી access_time 11:53 am IST