Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

આગામી સપ્તાહથી સુરત અને દુબઇ વચ્ચે ફ્લાઈટની સેવા શરુ

અઠવાડિયામાં ત્રણ વખત સુરત અને દુબઇ વચ્ચે ફ્લાઇટ ઉડાન ભરશે

 

સુરતઃઆગામી સપ્તાહથી સુરત અને દુબઇ વચ્ચે ફ્લાઈટની સેવા શરુ થશે વિશ્વના બે સૌથી મોટા ડાયમન્ડ ટ્રેડ સેન્ટર સુરત અને દુબઈ વચ્ચેએર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. જેનાથી સુરત અને દુબઈના વેપારીઓને પોતાના ડાયમન્ડ બિઝનેસને વિસ્તારવાની તકો ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં દુબઈ રફ ડાયમન્ડનું બીજું સૌથી મોટું માર્કેટ છે.એર ઈન્ડિયાની ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ વાર સુરત અને દુબઈ વચ્ચે ઉડાન ભરશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં નાના અને મોટા આશરે 4,500 જેટલા ડાયમન્ડ પ્રોસેસિંગ યુનિટ્સ કાર્યરત છે. એર ઈન્ડિયા સુરત અને દુબઈ વચ્ચેની ફ્લાઈટ સેવા શરૂ થવાથી ડાયમન્ડ વેપારીઓને બિઝનેસ વિસ્તારવાની તકો ઉપલબ્ધ થશે તેમજ સમયનો વ્યય પણ ઓછો થશે. દુબઈમાં અનેક ભારતીય ડાયમન્ડ કંપનીઓ અને લીડિંગ એક્સપોર્ટ હાઉસની ઓફિસ આવેલી છે.

    સુરત અને દુબઈ વચ્ચેની ઈન્ટરનેશનલ ફ્લાઈટ ગત વર્ષે 15 મેના રોજ શરૂ થવાની હતી પરંતુ 2,250 મીટર લાંબા રનવેનું વિસ્તરણ 2,950 મીટર સુધી વધારવામાં પ્રોજેક્ટને મોડું થયું હતું. એર ઈન્ડિયાની બોઈંગ 737-800 ફ્લાઈટ 189 સીટ ધરાવતી હશે. એર ઈન્ડિયાને આશા છે કે સુરત-દુબઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં સરેરાશ 50થી 60 ટકા જેટલો ટ્રાફિક રહેશે. ઉપરાંત ઓક્ટોબર 2018 સુધીમાં સુરતથી શારજહાંને પણ ફ્લાઈટ વડે કનેક્ટ કરવામાં આવશે.

    હાલ સુરતના ડાયમન્ડ વેપારીઓને દુબઈ જવા માટે ફ્લાઈટ માટે મુંબઈ જવું પડે છે. એક અંદાજ મુજબ આશરે ચાલીસ ટકા જેટલા ડાયમન્ડ ટ્રેડર્સ દુબઈ બિઝનેસ કરવા માટે મુંબઈથી ફ્લાઈટમાં જાય છે અને સાંજે પરત ફરે છે. સુરતથી દુબઈની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થવાના કારણે ડાયમન્ડ ડિલર્સ બિઝનેસ કરવામાં ઘણી સગવડતા મળી રહેશે. ઉપરાંત દુબઈ આફ્રિકન કન્ટ્રીઝ માટે ગેટવે માનવામાં આવે છે. જેથી સુરતના વેપારીઓને આફ્રિકન કન્ટ્રીઝમાં પહોંચવું પણ સરળ બની રહેશે.

(12:51 am IST)
  • અહો આશ્ચર્યમ ;ડોનાલ્ડ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની કર્યા વખાણ :ટ્રમ્પએ કહ્યું કિમ અત્યંત આદરણીય વ્યક્તિ છે ;તેઓ બન્ને વચ્ચે વહેલીતકે બેઠક યોજાશે.:અમેરિકા કિમ જોંગની ક્રૂરતા અને છેતરપિંડી માટે લાંબા સમય માટે ટીકા કરી રહ્યું છે,તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના નેતાની પ્રશંસા કરતા આશ્ચર્ય ફેલાયું છે access_time 1:29 am IST

  • પાટણનાં મીઠીધારીયાલ ગામ પાસે જીપનો થયો ભયંકર અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકોના મોત : ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. access_time 8:43 pm IST

  • રાજકોટ આજીડેમમાંથી નારણ સોલંકી નામના શખ્શની લાશ મળી : ફાયરબ્રિગેડની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી : પોલીસે તપાસ શરુ કરી access_time 11:53 am IST