Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલના દાયકા જુના 195 કર્મચારીઓને કાઢી મુકાતા હોબાળો

કર્મચારીઓએ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઉભા રહી મેનેજમેન્ટ વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા

વડોદરા :શહેરના ઈલોરા પાર્ક ખાતે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં  ૧૦ વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરતા ૧૯૫ જેટલા કર્મચારીઓને કાઢી મુકાતા કર્મચારીએ હોબાળો મચાવ્યો હતો. કર્મચારીઓએ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઉભા રહી મેનેજમેન્ટ વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓના સુત્રોચ્ચારના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

  અશોકભાઈ નામના  કર્મચારીએ જણાવ્યુ હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં છેલ્લા ૧૦થી ૧૫ વર્ષ સુધી કર્મચારીઓ નોકરી કરે છે. જેથી અમે કર્મચારીઓને કાયમી કરવા માંગ કરી હતી. જોકે તેમણે કર્મચારીઓને કાયમી કરવાની જગ્યાએ કાઢી મુક્યા હતા અત્યાર સુધી તમામ કર્મચારી કોન્ટ્રાક્ટર પર કામ કરતા હતા અને મેનેજમેન્ટ તેમને ફિક્સ પગાર આપતુ હતુ

(12:58 am IST)
  • રાજકોટ આજીડેમમાંથી નારણ સોલંકી નામના શખ્શની લાશ મળી : ફાયરબ્રિગેડની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી : પોલીસે તપાસ શરુ કરી access_time 11:53 am IST

  • દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં ચાર વર્ષ પહેલા માતા અને તેની બન્ને પુત્રીઓની હત્યામાં, ત્રીપલ મર્ડરના કેસમાં ખંભાળિયા કોર્ટે આરોપી રામજાન ઉર્ફે મનન આમદ સોઢાંને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. access_time 8:43 pm IST

  • મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ વધુ 6 નક્સલવાદીઓને ફૂંકી માર્યા : અગાઉ રવિવારના રોજ કર્ણાસુર જંગલમાં સુરક્ષાદળોએ 16 નકસલવાદીઓને ઠાર કર્યા હતા : છેલ્લા 48 કલાકમાં, સુરક્ષા દળોએ 22 નક્સલવાદીઓને મારી નાખ્યા છે:સોમવારે અહારી તાલુકાના રાજારામ ખલ્લા ગામમાં છ માઓવાદીઓને પથ્થરોથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. access_time 1:23 am IST