Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અમદાવાદના મુખ્ય સાત ઓવર બ્રિઝ બંધ કરો આગળ કોર્ટમાં જોઇ લઇશું:જીજ્ઞેશ મેવાણીનું આક્રોશ ભર્યું ભાષણ

જન આક્રોશ રેલીમાં મેવાણીએ ક્રાઇમ બ્રાન્ચને પણ ચીમકી આપી

 

દલિત સમુદાયના યુવા નેતા અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વ હેઠળ જનઆક્રોશ રેલી યોજાઈ હતી રેલી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, દલિત મુસ્લિમ એક્તા મંચ, રાષ્ટ્રીય અલ્પ સંખ્યક એક્તા મંચ જેવા વિવિધ દલિત સંગઠનો દ્વારા નમસ્તે સર્કલથી શાહીબાગથી કમિશ્નર કરેચીથી સુભાષ બ્રિજ આરટીઓ કલેક્ટર કચેરી સુધી યોજી હતી. રેલી બાદ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે, ભુદરપુરાના દલિતો, અમદાવાદ અને ગુજરાતના દલિતો બ્રિજ બંધ કરી દો, સમગ્ર રાજ્યના દલિતોને એકઠા કરીને અમદાવાદના મુખ્ય સાત ઓવર બ્રિઝ બંધ કરો આગળ કોર્ટમાં જોઇ લઇશું.

   ઉપરાંત મેવાણીએ ક્રાઇમ બ્રાન્ચ સામે ચિમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, ગુજરાતમાં દલિતો 7 ટકા છે એટલે ચરબી કરો છો, હું કર્ણાટક જઉ છું રાષ્ટ્ર લેવલે 17 ટકા છે. ક્રાઇમ બ્રાન્ચને તેની હોશિયારી મારુ પ્રોમિશ છે બહુ ભારે પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારો નહીં પરંતુ 3000 વર્ષ જૂની જાતિ વ્યવસ્થા સામેનો આક્રોશ બોલે છે. કોઇ નહીં આવે તો પણ હુ આવીશ અને ન્યાય નહીં મળે તો સુપ્રીમ સુધી તમારી સાથે રહીશ. હું તમામ નાના કર્મચારીઓ, કોન્સ્ટેબલો, ASI કે PSI જેવા ફિક્સ વેતનમાં શોષિત છે તેમની સાથે હતો અને છું.

   જનઆક્રોશ રેલી યોજ્યા બાદ મેવાણીએ આરટીઓ કલેક્ટર કચેરી ખાતે જાહેરમાં સભા સંબોધતા કહ્યું હતું કે, સમાજના લોકો ભુદરપુરા હોસ્ટેલમાં ભણે છે આખા સમાજ સામે કોઇ વાંધો નથી. પરંતુ સમાજના લુખ્ખાતત્વો સામે પૂરો વાંધો છે. જાતી તોડો સમાજ જોડોના સુત્ર સાથે ચાલીએ છીએ. જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાન મોદી સામે પણ ભારે રોષ ઠાલવ્યો હતો.     ઉપરાંત મુખ્યમંત્રી, ગૃહમંત્રી સામે પણ નારેબાજી કરી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભારે આક્રોશ ભર્યું ભાષણ આપ્યું હતું. ભાષણમાં દલિતો સામે થયેલી સાત ફરિયાદને પાછી લેવા માટે અમદાવાદના મુખ્ય સાત બ્રિજને જામ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જ્યાં સુધી બધા બ્રિજ બંધ થાય ત્યાં સુધી આક્રોશને શાંત થવા દેવા માટે પણ મેવાણીએ હાજર લોકોને કહ્યું હતું.

(1:11 am IST)