Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

‘‘જળશ્રીકૃષ્‍ણ'': સુરતના નાલંદા એજ્‍યુકેશન કેમ્‍પનું પ્રશંસનીય કૃત્‍યઃ પાણી બચાવો અભિયાન માટે શાળાના બે હજાર વિદ્યાર્થીઓ સંકલ્‍પપત્ર ભર્યાઃ આગામી ૩૦ દિવસમાં ૧ લાખથી વધુ લોકોને ‘જયશ્રીકૃષ્‍ણ'સંકલ્‍પ લેવડાવશે

સુરતઃ તા.૧૬/એપ્રિલ સોમવારના રોજ સુરતના પુણાગામ વિસ્‍તારમાં આવેલ નાલંદા એજ્‍યુકેશન કેમ્‍પસ સંચાલીત નાલંદા વિદ્યાલય-૨માં શાળાના તમામ ૨૦૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ એ ‘‘જળ શ્રી કૃષ્‍ણ''કરી પાણી બચાવવાનો સંકલ્‍પ કરી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ, આ તકે શાળાના તમામ વિદ્યાર્થીઓએ પાણી બચાવો ‘‘જળ શ્રી કૃષ્‍ણ''નું સંકલ્‍પ પત્ર ભરી અને સોસાયટીના અન્‍ય ૫(પાંચ) વ્‍યક્‍તિઓ પાસે પણ આપી બચાવવાનો સંકલ્‍પ લેવડાવી ‘‘જળ શ્રી કૃષ્‍ણ'' કરેલ આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજુ બાજુની સોસાયટીમાં જઇ પાણીની કીમત સમજાવી પાણી ન બગાડવાનો સંકલ્‍પ વિદ્યાર્થીઓ દ્વારા આજુ બાજુની સોસાયટીમાં જઇ પાણીની કીમત સમજાવી પાણી ન બગાડવાનો સંકલ્‍પ લેવડાવેલ જેમાં તમામ લોકોનો સાથ સહકાર મળેલ, તેમજ સોસાયટીમાં જઇ પાણી વેડફનાર લોકોના હાથમાં ગુલાબ આપી ‘‘જળ શ્રી કૃષ્‍ણ'' કહી પાણી ન વેડફવા સંકલ્‍પ લેવડાવેલ. તેમજ આવનાર ૩૦ દિવસની અંદર શાળા પરીવાર તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ૧ લાખ થી પણ વધારે લોકોને ‘‘જળ શ્રી કૃષ્‍ણ''નો સંકલ્‍પ લેવડાવી પાણી બચાવો અભિયાન ચલાવાશે. આ તકે શાળાના ટ્રસ્‍ટી શ્રી દિવ્‍યેશભાઇ ચાવડાએ હાજર રહી શાળાના તમામ વિદ્યાર્થીઓને પાણીનું મહત્‍વ સમજાવી પાણી ન વેડફવા આહવાન કરેલ તેવું શ્રી ગજેશ જયેશ (જયુ) મો.૯૬૦૧૯ ૮૫૫૮૯ની યાદી જણાવે છે.

(10:24 pm IST)