News of Monday, 23rd April 2018

સુરત દુષ્કર્મમાં બાળકી તેમજ વિધવા માતાના ડીએનએ મેચ

પોલીસ તપાસમાં અનેક નવી વિગતો ખુલી છે : અપરાધી હર્ષ સહાઇ ગુર્જરની સિવિલમાં ચકાસણી થઇ હર્ષના મિત્રની બાળકીની માતા પર દુષ્કર્મમાં ભૂમિકા છે

અમદાવાદ,તા. ૨૩ :  ગુજરાત સહિત દેશભરમાં બહુ ચકચાર જગાવનાર સુરતના પાંડેસરા વિસ્તારમાં દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી ૧૧ વર્ષીય બાળકીના કેસમાં આખરે બાળકી અને વિધવા માતાના ડીએનએ મેચ થયા હતા. એફએસએલ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં પણ હવે પોલીસની તપાસ અને થિયરીની સત્યતા પર વધુ મ્હોર લાગી ગઇ છે. આમ, આ અત્યંત ઘૃણાસ્પદ અને નફરત જન્માવે તેવા કેસના આરોપીઓને કોર્ટમાં સખતમાં સખત સજા મળે તે માટે પોલીસના હાથે આજે વધુ એક મજબૂત પુરાવો આવ્યો છે. બીજીબાજુ, આ કેસના મુખ્ય આરોપી હર્ષ સહાઇ ગુર્જરની સુરતની સિવિલ હોસ્પિટલમાં ડિટેઇલ્ડ તબીબી તપાસ હાથ ધરાઇ હતી. તો તપાસના દોરમાં એવી પણ વાત સ્પષ્ટ થઇ હતી કે, બાળકીની માતા પર દુષ્કર્મમાં હર્ષ સહાઇના મિત્રની પણ મુખ્ય સંડોવણી હતી. સુરત સામૂહિક દુષ્કર્મ અને ડબલ મર્ડર કેસમાં એક પછી એક નવી કડીઓ ખુલતી જાય છે અને મહત્વના પુરાવાઓ સામે આવતા જાય છે. ગઇકાલે જ આ સમગ્ર કેસમાં આરોપી હર્ષ સહાઇ ગુર્જર સહિતના આરોપીઓના અમાનવીય અને અત્યંત ઘૃણાસ્પદ કૃત્યને ધ્યાને લઇને હ્યુમન ટ્રાફિકિંગ(માનવ તસ્કરી)ની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. અતિ સંવેદનશીલ અને ખૂબ જ ગંભીર પ્રકારના આ ડબલ મર્ડર અને સામૂહિક દુષ્કર્મના કેસમાં હરિઓમ અને મુકેશ નામના શખ્સોની પણ સંડોવણી બહાર આવતાં સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ તેઓને પકડવા માટે રાજસ્થાન પહોચી છે. તો, આ પ્રકરણમાં અન્ય કોઇ ગુનેગારની સંડોવણી છે કે કેમ તે મુદ્દે પણ શકમંદોની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. વિધવા માતા અને તેની માસૂમ પુત્રીની નિર્દયતાપૂર્વક હત્યા કરનારો આરોપી હર્ષ સહાઇ ગુર્જર હાલ પોલીસના કબજામાં છે, જેને સાથે રાખીને પોલીસે ગઇકાલે સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું હતું. બાદમાં આજે તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જઇ તબીબી તપાસ કરાવાઇ હતી. ઉલ્લેખનીય છે કે, નરાધમ હર્ષ સહાઇએ વિધવા માતા અને બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને તે વિધવા માતા અને બાળકીને રાજસ્થાનથી લાવ્યો હોઇ પોલીસે હ્યુમન ટ્રાફિકિંગની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

માતા અને બાળકીની હત્યાના કેસમાં તમામ પુરાવાઓ આધારે ઝડપથી તપાસ કરવામાંઆવી રહી છે. સુરત પોલીસ કમિશનરે તો પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, કેસની ગંભીરતા ધ્યાને લઇ તમામ પુરાવાઓ એકત્ર કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ઝડપથી કેસ ચલાવી તેઓને સખતમાં સખત સજા કરાવવા મહેનત કરાશે.

 

(9:14 pm IST)
  • મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ વધુ 6 નક્સલવાદીઓને ફૂંકી માર્યા : અગાઉ રવિવારના રોજ કર્ણાસુર જંગલમાં સુરક્ષાદળોએ 16 નકસલવાદીઓને ઠાર કર્યા હતા : છેલ્લા 48 કલાકમાં, સુરક્ષા દળોએ 22 નક્સલવાદીઓને મારી નાખ્યા છે:સોમવારે અહારી તાલુકાના રાજારામ ખલ્લા ગામમાં છ માઓવાદીઓને પથ્થરોથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. access_time 1:23 am IST

  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST

  • અમરેલી:બીટ કોઈન મામલે એસ.પી.જગદીશ પટેલની ધરપકડ બાદ જીલ્લાની મુખ્ય બે બ્રાન્ચનુ વિસર્જન:એસ.ઓ.જી.બ્રાન્ચ ના 11 પોલીસ કર્મીને અન્ય પોલીસ સ્ટેશનમા કરાઇ બદલી: એલ.સી.બી ના 15 પોલીસ કર્મીના પરત અન્ય પોલીસ સ્ટેશનમા બદલી કરાઈ : ઇન્ચાર્જ એસ.પી.બી.એમ.દેસાઈએ કર્યા ઓડર access_time 1:13 am IST