Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

હાલોલ તંત્રની બેદરકારીથી નિક દેવ ડેમમાંથી કોતરમાં વેડફાતું લાખો લીટર પાણી

હાલોલ :રાજ્યમાં પાણીની તંગી વચ્ચે પાણી બચાવો અભિયાન ચલાવાઈ છે બીજીતરફ તંત્રની જ બેદરકારીને કારણે અનેક જગ્યાએ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે.ત્યારે પંચમહલાના હાલોલ નીક દેવ ડેમમાંથી છેલ્લા 10 દિવસથી પાણી વહીને કોતરમાં વેડાફાઈ રહ્યું છે
  દેવ ડેમ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી પુરુ પાડે છે. પરંતુ હાલ હજારો ગેલન પાણી ખોટી રીતે વેડપાઈ રહ્યું છે
   ભંગાણને કારણે પાણીનો વેડફાટ ક્યારે બંધ થશે તેનો જવાબ તંત્ર પાસે ન હોવાનું ખેડૂતોનું કહેવું છે. એક બાજુ પાણી માટે કાપ મુકવામાં આવે છે તો બીજી બાજુ તંત્રની જ બેદરકારીથી લાખો લીટર પાણીનો બગાડ થતાં સ્થાનિકો રોષે ભરાયા છે.

(8:59 pm IST)