Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મહેસાણા જીલ્લાના વિઠોડા ગામે આજે ૨૩ એપ્રિલના રોજ 'નવચંડી યજ્ઞ'યોજાયોઃ સમગ્ર પંડયા પરિવાર તથા દીકરીઓએ યજ્ઞમાં આહુતિ આપી યજ્ઞદેવતાની પૂજા કરી

      મહેસાણા જિલ્લાના ખેરાલું તાલુકાના વિઠોડા ગામમાં ગૌતમ ગૌત્રી પંડ્યા પરીવાર વિઠોડા દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન ૨૩ એપ્રિલ ૨૦૧૮ને સોમવારે રાખેલ છે. આ યજ્ઞમાં વિઠોડા પંડ્યા પરિવાર તેમજ પંડ્યા પરિવારની દિકરીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. શાંતિ માટે કરવામાં આવેલ આ યજ્ઞના આયોજન માટે વિવિધ કમીટીઓની રચના કરવામાં આવી છે.વિઠોડા ગામે યોજાનાર નવચંડી યજ્ઞના આયોજન માટે પંડ્યા પરીવારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યજ્ઞ હમેશાં લાભકારી છે આજે આપણે યજ્ઞનું ટુંકમાં મહત્વ સમજીએ........

         ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ ગણાતા શ્રુતિ-સ્મૃતિ અને ઉપનિષદોમાં યજ્ઞનો અપાર મહિમા અને મહત્વ બતાવ્યા છે.પ્રકાશ પ્રદાન કરનાર,સર્વ પુરૂષાર્થોને આપનાર અગ્નિદેવતા યજ્ઞનું પ્રધાન અંગ છે.યજ્ઞ દ્વારા વિશ્વાત્મા સંતુપ્ત થાય છે.યજ્ઞથી યજ્ઞકર્તા અક્ષય સુખ અને સમૃધ્ધી પ્રાપ્ત કરે છે.યજ્ઞથી આયુ,પ્રાણ,અપાન,વ્યાન અને ઉદાનની વૃધ્ધી થાય છે.યજ્ઞએ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે.

 જેમાં બ્રાહ્મણ જન્મતાની સાથે જ ઋષિ,પિતૃ અને દેવ ઋણનો ઋણી બને છે. જેમાં બ્રહ્મચર્ય દ્વારા ઋષિ રૂણ,સંતતિ દ્વારા પિતૃ ઋણ અને યજ્ઞ દ્વારા દેવ ઋણથી મુક્ત બને છે.જેથી યજ્ઞ ભાવના સર્વોપરી અને નિત્ય છે સાંસ્કૃતિક દષ્ટીએ પણ યજ્ઞનો મહિમા અપરંપાર છે.દ્રવ્ય,દેવતા અને ત્યાગ યજ્ઞનો લક્ષણો છે.

  ત્યાગ, બલિદાન, શુભ કર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થોં અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસારનાં કલ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. હવન થયેલા પદાર્થ વાયુભૂત થઈ પ્રાણિમાત્રનને પ્રાપ્ત થાય છે અને તેમના સ્વાસ્થ્યવર્ધન, રોગ નિવારણમાં સહાયક થાય છે. યજ્ઞ કાળમાં ઉચ્ચારિત વેદ મંત્રોનો પુનીત શબ્દ ધ્વનિ આકાશમાં વ્યાપ્ત કરી લોકોના અંતઃકરણને સાત્વિક અને શુદ્ધ બનાવે છે.

     મંત્રોમાં અનેક શક્તિના સ્રોત દબાયેલા છે. જે પ્રકારે અમુક સ્વર-વિન્યાસ યુક્ત શબ્દોની રચના કરવાથી અનેક રાગ-રાગિણીઓ બની જતી હોય છે અને તેમનો પ્રભાવ સાંભળવાવાળા પર વિભિન્ન પ્રકારે થાય છે, તેજ પ્રકારે મંત્રોચ્ચારણથી પણ એક વિશિષ્ટ પ્રકારનાં ધ્વનિ તરંગ નિકળે છે અને તેમનો ભારી પ્રભાવ વિશ્વવ્યાપી પ્રકૃતિ પર, સૂક્ષ્મ જગત પર તથા પ્રાણિઓના સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરો પર પડે છે. યજ્ઞ દ્વારા શક્તિશાળી તત્ત્વ વાયુમંડળમાં ફેલાવાય છે.

 યજ્ઞનો ધૂમાડો આકાશમાં જઈ વાદળ બની જાય છે. વર્ષાના જળ સાથે જ્યારે તે પૃથ્વી પર આવે છે, તો તેનાથી પરિપુષ્ટ અન્ન, ઘાસ તથા વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે, જેના સેવનથી મનુષ્ય તથા પશુ-પક્ષી સૌ પરિપુષ્ટ થાય છે.

અનેક પ્રયોજનો માટે-અનેક કામનાઓની પૂર્તિ માટે, અનેક વિધાનો સાથે, અનેક વિશિષ્ટ યજ્ઞ પણ કરી શકાય

આપણા પ્રાચીન પુરુષોએ લોકજીવન માટે એને અત્યાવશ્યક કહ્યા છે. કેટકેટલાંય વર્ષો સુધી યજ્ઞો ચાલતા હતા. એને કારણે એ સમયના લોકો લાભાન્વિત થતા હતા. યજ્ઞથી વાયુની, જળની શુદ્ધિ, ઊર્જાની વ્યાપ્તિ થાય છે, એટલે યજ્ઞ પણ દેવપૂજામાં વિશેષ સ્થાન ધરાવે છે.

    પ્રત્યેક શુભ કાર્ય, પ્રત્યેક પર્વ તહેવાર સંસ્કાર યજ્ઞ સાથે સંપન્ન થાય છે. યજ્ઞ ભારતીય સંસ્કૃતિનો પિતા છે. યજ્ઞ ભારતની એક માન્ય અને પ્રાચીનતમ વૈદિક ઉપાસના છે. યજ્ઞ આયોજનો પછળ જ્યાં સંસારની લૌકિક સુખ-સમૃદ્ધિને વધારવાની છે જ્યાં દેવ શક્તિઓના આહ્વાન પૂજનનો મંગલમય સમાવેશ છે. યજ્ઞથી તેજસ્વિતા, પ્રખરતા, પરમાર્થ-પરાયણતા અને ઉત્કૃષ્ટતાનું પ્રશિક્ષણ મળે છે.

યજ્ઞ દ્વારા મનુષ્ય માત્ર સાથી મનુષ્યોને જ નહીં અપિતુ જીવ-જન્તુઓ, પિતૃજન, ૠષિજન તથા ઈશ્વર પ્રત્યે પોતાના કર્તવ્યનું પાલન કરે છે. કુબુદ્ધિ, કુવિચાર, દુર્ગુણ અને દુષ્કર્મોંથી વિકૃત મનોભૂમિમાં યજ્ઞથી ભારી સુધાર થાય છે. આ માટે યજ્ઞ ને પાપનાશક કહ્યું છે. યજ્ઞના પ્રભાવથી સુસંસ્કૃત થયેલી વિવેકપૂર્ણ મનોભૂમિ પ્રતિફલ જીવનના પ્રત્યેક ક્ષણને સ્વર્ગીય આનન્દથી ભરી દે છે, આ માટે યજ્ઞને સ્વર્ગ દેવાવાળો કહ્યો છે.

    યજ્ઞીય ધર્મ પ્રક્રિયાઓમાં ભાગ લેવાથી આત્મા પર ચઢેલા મલ વિક્ષેપ દૂર થાય છે. ફલસ્વરૂપ તેજીથી તેમાં ઈશ્વરીય પ્રકાશ જાગે છે. યજ્ઞથી આત્મામાં બ્રાહ્મણ તત્ત્વ, ઋષિ તત્ત્વની વૃદ્ધિ દિનાનુ દિન થાય છે અને આત્માને પરમાત્માથી મળાવવાનો પરમ લક્ષ્ય ખૂબ સરલ થઈજાય છે. આત્મા અને પરમાત્મા ને જોડી દેવાનો, બાંધી દેવાનું કાર્ય યજ્ઞાગ્નિ દ્વારા આમ જ થાય છે.

તેવું પંડ્યા પરિવાર નવચંડી યજ્ઞ આયોજન કમિટી પ્રચાર પ્રસાર કમિટી વતી સુશ્રી નિતા પંડ્યાની યાદી જણાવે છે.

(8:42 pm IST)
  • અહો આશ્ચર્યમ ;ડોનાલ્ડ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની કર્યા વખાણ :ટ્રમ્પએ કહ્યું કિમ અત્યંત આદરણીય વ્યક્તિ છે ;તેઓ બન્ને વચ્ચે વહેલીતકે બેઠક યોજાશે.:અમેરિકા કિમ જોંગની ક્રૂરતા અને છેતરપિંડી માટે લાંબા સમય માટે ટીકા કરી રહ્યું છે,તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના નેતાની પ્રશંસા કરતા આશ્ચર્ય ફેલાયું છે access_time 1:29 am IST

  • અમરેલી:બીટ કોઈન મામલે એસ.પી.જગદીશ પટેલની ધરપકડ બાદ જીલ્લાની મુખ્ય બે બ્રાન્ચનુ વિસર્જન:એસ.ઓ.જી.બ્રાન્ચ ના 11 પોલીસ કર્મીને અન્ય પોલીસ સ્ટેશનમા કરાઇ બદલી: એલ.સી.બી ના 15 પોલીસ કર્મીના પરત અન્ય પોલીસ સ્ટેશનમા બદલી કરાઈ : ઇન્ચાર્જ એસ.પી.બી.એમ.દેસાઈએ કર્યા ઓડર access_time 1:13 am IST

  • દિવસ અને રાત પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત ભડકો: છેલ્લા ૫૫ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવો દેશમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા access_time 9:58 pm IST