Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ધોમધખતા તાપમાં પાણીની સમસ્યાથી ધરમપુર અને કપરાડા પંથકના લોકો ત્રાહિમામઃ મામલતદાર કચેરીઅે માટલા ફોડીને વિરોધ પ્રદર્શન

ફોટોઃ

ધરમપુરઃ હજુ ઉનાળાની શરુઆત જ થઇ છે. ત્યારે લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત થયા છે .લોકોને 3 થી 4 કિલોમીટર સુદી પીવાના પાણી માટે હેરાન થવું પડે છે.

ધરમપુર અને કપરાડા પંથકમાં પાણીની સમસ્યા વધુ વિકટ બની છે. પાણીની સમસ્યાથી કંટાળીને કોંગ્રેસે રેલી કાઢી  મામલતદાર કચેરીએ માટલા ફોડી વિરોધ  કર્યો હતો. ચોમાસામાં અહીં પૂરતો વરસાદ પડે છે. પરંતુ અહીં ઉનાળામાં પાણી તંગી એવી તો વર્તાય છે કે લોકોને  4 કિમી દૂર સુધી પાણી માટે જવું પડે છે. અત્યાર સુધી પાણીને લઇ ધરમપુર અને કપરાડા વિસ્તારમાં સરકાર દ્વારા પાણીની યોજનાઓ નિષ્ફળ નીવડી છે. કોંગ્રેસે યોજેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

(8:06 pm IST)