Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અમદાવાદના બે પૌઢ બાઇક ઉપર બુધવારથી ૧૯ દેશોના પ્રવાસેઃ યુનિવર્સિલ બ્રધરહૂડ મિશન અંતર્ગત પ્રચાર-પ્રસાર કરશે

અમદાવાદઃ અમદાવાદના બે પૌઢ ૧૯ દેશોના ૯૦ દિવસના પ્રવાસે બુધવારે રવાના થશે. તેઓ યુનિવર્સિલ બ્રધરહૂડ મિશન અંતર્ગત પ્રચાર-પ્રસાર કરશે.

બાઈકને પરિવહનનું સાધન નહી પણ પોતાનું પેશન બનાવનાર શહેરના 48 વર્ષીય પ્રકાશ પટેલ અને 59 વર્ષના હિરેન પટેલે 25 એપ્રિલે અમદાવાદ ટુ લંડનનો 22 હજાર કિ.મીનો પ્રવાસ હિમાલિયન બાઈક પર ખેડશે. આ બન્ને રાઈડર્સ શરૂઆતમાં 10 દિવસ ભારતમાં પ્રવાસ કર્યા બાદ મ્યાનમારથી પોતાના વિદેશ પ્રવાસનો પ્રારંભ કરશે. બંન્ને બાઈક રાઈડર્સ 90 દિવસમાં 19 દેશોમાંથી પ્રસાર થઈને લંડન ખાતે પહોંચશે. પોતાના પ્રવાસ પહેલા આ બંન્ને રાઈડર્સે પરિવહનનું સાધન કઈ રીતે પેશન સાથે જોડાયું અને લંડન પ્રવાસ માટે બાઈકમાં કરેલા મોડિફિકેશન અને તૈયારીઓ વિશે જણાવ્યુ હતું.

રાઈડિંગ વખતે આગળ પાછળ ચલાવી રહેલા બાઈકર્સને ઘણી વાર ગ્રુપ સાથે કોમ્યુનિકેશન કરવામાં કે રુટ વિશે માહિતી મેળવવામાં તકલીફો પડતી હોય છે.જેના માટે પ્રકાશ પટેલ અને હિરેન પટેલ દ્વારા હેલમેટમાં એક એવી કોમ્યુનિકેશન ડિવાઈસ લગાવી છે.જેની મદદથી પાંચ કિ.મી પાછળ ચાલી રહેલા બાઈકર્સ સાથે કોમ્યુનિકેશન કરી શકાય છે.આ સિસ્ટમ મોટાભાગે વિદેશમાં રાઈડિંગ કરતા રાઈડર્સ યુઝ કરતા હોય છે.પરંતુ પ્રકાશ પટલે અને હિરને પટેલ પ્રથમ વાર આ ટેકનોલોજીનો અમદાવાદ ટુ લંડન પ્રવાસમાં યુઝ કરશે.

આ બંને બાઈકર્સ 24મી એપ્રિલે અમદાવાદથી પ્રવાસ શરૂ કરશે અને ભારતમાં શરૂઆતના 10 દિવસ પ્રવાસ ખેડીને તેઓ મ્યાંમારમાં પ્રવેશ કરશે જ્યાંથી તેઓ ચીન, કિર્ગીસ્તાન, કઝાકસ્તાન, રશિયા, ઈસ્ટોનિયા, લેટિવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, જર્મની, હોલેન્ડ અને બેલ્જિયમ જશે. અંતિમ ચરણમાં તેઓ બેલ્જિયમના બ્રસેલ્સમાં જશે અને ત્યાંથી ફ્રાન્સના કેલેઈસ ખાતે પહોંચશે. જ્યાંથી તેઓ ફેરી દ્વારા યુકે પહોંચશે.

પોતાના જીવનમાં બાઈક કઈ રીતે પ્રવેશ્યુ તે વિશેના અનુભવો શેર કરતા રાઈડર્સ પ્રકાશ પટેલે કહ્યું કે, ‘ જ્યારે હુ કોલેજના પ્રથમવર્ષમાં હતો ત્યારે મારી પાસે એક લુના હતુ.આ લુના લઈને હુ કોલેજમાં જતો હતો.પરંતુ મિત્રો મજાક ન ઉડાવે તે માટે કોલેજથી દુર તેને પાર્ક કરીને હુ ચાલતા ચાલતા જતો હતો.આ વખતે મને વિચાર આવ્યો કે એક વાર તો કોલેજમાં બાઈક લઈને આવવુ જ છે અને ભગવાને સંજોગો પણ એવા ઉભા કર્યા કે મે કોલેજની એક્ઝામનું પરિણામ આવ્યુ એટલે મારી કોલેજનો છેલ્લો દિવસે જ મે 25 હજારનું બાઈક લીધુ હતુ. મારુ પહેલુ બાઈક 25 હજારનું હતુ આજે મારી મારે 5 લાખ સુધીના પ્રિમિયમ બાઈક છે.

યુનિવર્સિલ બ્રધરહૂડ મિશનના ભાગરૂપે આ ક્લબ તેના બે સમર્પિત સભ્યો પ્રકાશ પટેલ અને હિરેન પટેલ 22,000 કિમીનો વિશ્વભરમાં પ્રવાસ કરીને લાયન્સ ક્લબના ઉમદા અભિયાન વી સર્વનો પ્રચાર આ પ્રવાસ દરમિયાન કરશે. આ અભિયાનમાં જરૂરિયાતમંદ અને નબળા વર્ગના લોકોને મદદ કરવામાં આવે છે. 48 વર્ષીય પ્રકાશ પટેલ કે જેઓ સાહસિક બાઈકર છે અને બાઈકીંગનો બહોળો અનુભવ ધરાવે છે. અને જ્યારે હિરેન પટેલ 59 વર્ષની વય ધરાવે છે કે જેઓ પણ બાઈકીંગમાં બહોળો અનુભવ ધરાવે છે, જે સિદ્ધ કરે છે કે કોઈપણ મહત્ત્વાકાંક્ષા કે ઉત્સાહ માટે ઉંમરનો કોઈ બાધ આડે આવતો હોતો નથી. આ માટે બંને સાહસિક બાઈકરોને લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં. 

(6:15 pm IST)
  • દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં ચાર વર્ષ પહેલા માતા અને તેની બન્ને પુત્રીઓની હત્યામાં, ત્રીપલ મર્ડરના કેસમાં ખંભાળિયા કોર્ટે આરોપી રામજાન ઉર્ફે મનન આમદ સોઢાંને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. access_time 8:43 pm IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST

  • અમરેલી:બીટ કોઈન મામલે એસ.પી.જગદીશ પટેલની ધરપકડ બાદ જીલ્લાની મુખ્ય બે બ્રાન્ચનુ વિસર્જન:એસ.ઓ.જી.બ્રાન્ચ ના 11 પોલીસ કર્મીને અન્ય પોલીસ સ્ટેશનમા કરાઇ બદલી: એલ.સી.બી ના 15 પોલીસ કર્મીના પરત અન્ય પોલીસ સ્ટેશનમા બદલી કરાઈ : ઇન્ચાર્જ એસ.પી.બી.એમ.દેસાઈએ કર્યા ઓડર access_time 1:13 am IST