News of Monday, 23rd April 2018

CBSEના પહેલા સત્રમાં ગુજરાતી ભાષા ફરજીયાત નહીં : ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં તમામ માધ્યમોમાં ગુજરાતી ભાષાને આગામી વર્ષથી ફરજિયાત બનાવવામાં આવી હોવાની જાહેરાત કરાયા બાદ હવે CBSEમાં તેનો અમલ પ્રથમ સત્રમાં નહીં થઈ શકે, તેવી જાહેરાત શિક્ષણ પ્રધાન ચુડાસમાએ કરી હતી. ગુજરાતી ભાષાના શિક્ષકોની નિયુક્તિ અને અન્ય સુવિધા ઉભી કરવા માટે CBSE સ્કૂલને સમય આપવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા નામશેષ થતી બચાવવા તેને અભ્યાસમાં ફરજિયાત બનાવવામાં આવી છે. જો કે આગામી શૈક્ષણિક વર્ષથી જ તેને લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અંતર્ગત શાળાઓ આગામી વર્ષ જૂનથી શરૂ થાય છે. જ્યારે CBSE અભ્યાસક્રમ સંચાલિત શાળાઓમાં માર્ચમાં પરીક્ષા પતે કે તરત જ પછીના ધોરણનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવે છે. આથી CBSE બોર્ડ સંચાલિત શાળાઓમાં વહીવટકારોને પૂરતો સમય મળે તે હેતુથી ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તેમને પ્રથમ સત્રમાં ગુજરાતી ભાષા લાગૂ કરવામાં નહિં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને ગુજરાતી ભાષાના શિક્ષકો ઉપરાંત લાઈબ્રેરી સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા શાળા સંચાલકોને પૂરતો સમય મળી રહે. આ અંગેની જાહેરાત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી. 

(6:14 pm IST)
  • મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ વધુ 6 નક્સલવાદીઓને ફૂંકી માર્યા : અગાઉ રવિવારના રોજ કર્ણાસુર જંગલમાં સુરક્ષાદળોએ 16 નકસલવાદીઓને ઠાર કર્યા હતા : છેલ્લા 48 કલાકમાં, સુરક્ષા દળોએ 22 નક્સલવાદીઓને મારી નાખ્યા છે:સોમવારે અહારી તાલુકાના રાજારામ ખલ્લા ગામમાં છ માઓવાદીઓને પથ્થરોથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. access_time 1:23 am IST

  • અહો આશ્ચર્યમ ;ડોનાલ્ડ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની કર્યા વખાણ :ટ્રમ્પએ કહ્યું કિમ અત્યંત આદરણીય વ્યક્તિ છે ;તેઓ બન્ને વચ્ચે વહેલીતકે બેઠક યોજાશે.:અમેરિકા કિમ જોંગની ક્રૂરતા અને છેતરપિંડી માટે લાંબા સમય માટે ટીકા કરી રહ્યું છે,તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના નેતાની પ્રશંસા કરતા આશ્ચર્ય ફેલાયું છે access_time 1:29 am IST

  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST