Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ભાજપના રાષ્‍ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ગુજરાતના ટૂંકા પ્રવાસેઃ કાલે અમદાવાદના સોલામાં પ્રાણ પ્રતિષ્‍ઠા કાર્યક્રમમાં હાજરી આપશે

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ગુજરાતના ટૂંકા પ્રવાસે છે. ઘણાં રાજ્યોના પ્રવાસ કર્યા બાદ તે લાંબા સમયે ગુજરાત આવ્યાં છે. આ અંગે વાત કરતા ભાજપના પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, અમિતભાઇ શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે.

ભરત પંડયાએ જણાવ્યું કે, આવતી કાલે તેઓ અમદાવાદના સોલામાં એક પ્રાણપ્રતિષ્ઠાના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ગુજરાતના પ્રવાસે હોમ સ્ટેટના કારણે આવ્યાં છે.

(6:12 pm IST)
  • મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ વધુ 6 નક્સલવાદીઓને ફૂંકી માર્યા : અગાઉ રવિવારના રોજ કર્ણાસુર જંગલમાં સુરક્ષાદળોએ 16 નકસલવાદીઓને ઠાર કર્યા હતા : છેલ્લા 48 કલાકમાં, સુરક્ષા દળોએ 22 નક્સલવાદીઓને મારી નાખ્યા છે:સોમવારે અહારી તાલુકાના રાજારામ ખલ્લા ગામમાં છ માઓવાદીઓને પથ્થરોથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. access_time 1:23 am IST

  • પાટણનાં મીઠીધારીયાલ ગામ પાસે જીપનો થયો ભયંકર અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકોના મોત : ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. access_time 8:43 pm IST

  • અહો આશ્ચર્યમ ;ડોનાલ્ડ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની કર્યા વખાણ :ટ્રમ્પએ કહ્યું કિમ અત્યંત આદરણીય વ્યક્તિ છે ;તેઓ બન્ને વચ્ચે વહેલીતકે બેઠક યોજાશે.:અમેરિકા કિમ જોંગની ક્રૂરતા અને છેતરપિંડી માટે લાંબા સમય માટે ટીકા કરી રહ્યું છે,તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના નેતાની પ્રશંસા કરતા આશ્ચર્ય ફેલાયું છે access_time 1:29 am IST