Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મહેમદાવાદ નજીક સિહુંજમાં લકવાગ્રસ્ત મહિલા પર દુષ્કર્મ આચરતા ચકચાર

ખેડા:જીલ્લાના મહેમદાવાદ નજીક આવેલા સિહુંજ ગામે એક પરણિત યુવકે ૫૦ વર્ષીય લકવાગ્રસ્ત મહિલા સાથે અધમ ક્રૃત્ય આચરતા પુરા પંથકમાં ચકચાર જાગી છે. આ અંગે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

 


તાલુકાના સિહુંજ ગામની સીમમાં આવેલ ખેતરની અંદર ભરત રાવજી ચૌહાણ (ઉં.વ.૩૫) રહે છે. તે પોતે પરણિત છે અને ખેત મજૂરી કરે છે. તેની પત્ની છેલ્લા કેટલાય સમયથી રીસાઈની પીયરમાં રહે છે.ભરતના  પડોશમાં આવેલ એક ખેતરમાં રહેતી ૫૦ વર્ષીય મહિલા છેલ્લા ચાર એક વર્ષથી લકવાની બીમારીથી પીડાઈ રહી છે.આ મહિલાને બીમારી એટલી હદે વધી ગઈ છે કે તે પોતે પથારીમાંથી ઉભી થઈ શકતી નથી. ઉપરાંત તે બોલી કે સાંભળી પણ નથી શકતી. આ મહિલાને  સંતાનમાં બે દિકરા છે.ભરત અવાર નવાર આ મહિલાના ઘરે સેવા ચાકરીના બહાને આવતો હતો. ગત્ તા.૨૦મી એપ્રિલના રોજ સાંજના સમયે આ મહિલા પોતાના ઘરે એકલી હતી. ત્યારે ભરતે ત્યાં આવી ઘરનો દરવાજો બંધ કરી ખાટલામાં સૂતેલ મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
 

(6:08 pm IST)